________________
બૌદ્ધ ધર્મ
૪૫ માર્ગ છે જે “મધ્યમ પ્રતિપદા' તરીકે ઓળખાય છે. તે માર્ગથી હૃદય પવિત્ર બને છે અને જ્ઞાનચક્ષુ ઊઘડે છે. એ માર્ગ ઉપશમ, પ્રજ્ઞા, સંબોધ અને નિર્વાણ પ્રાપ્ત કરવામાં ઉપકારક છે.
જે ભિક્ષુઓ નિર્વાણના માર્ગ તરફ ઉદ્યમ અને વેગથી ગતિ કરવા ઈચ્છતા હોય તેમણે સર્વ પ્રકારના અભિનિવેશોનો ત્યાગ કરવો જોઈએ અને સ્તુતિ-નિંદા, રતિ-અરતિ, જય-પરાજય, વગેરેથી પર થઈ દુઃખનિરોધ અને વિશુદ્ધિના માર્ગ માટે ત્રિશિક્ષાની સાધના કરવી જોઈએ. એ ત્રણ શિક્ષા છે શીલ, સમાધિ અને પ્રજ્ઞા, અર્થાત્ અધિશીલ, અધિચિત્ત અને અધિપ્રજ્ઞા. જે માણસ શીલમાં પ્રતિષ્ઠિત છે, અને સમાધિ તથા પ્રજ્ઞાની ભાવના કરે છે તે જ તૃષ્ણાનો નાશ કરી શકે છે. સર્વ પ્રકારનાં પાપ કરતાં અટકવું તે શીલ છે. શુભમાં ચિત્તને કેન્દ્રિત કરવું તે સમાધિ છે. સર્વ સંસ્કાર અનિત્ય અને દુ:ખકારક છે એવું દર્શન થયું તે પ્રજ્ઞા છે. આ ત્રિશિક્ષા એ આર્ય અષ્ટાંગ માર્ગનું સંક્ષિપ્ત સ્વરૂપ છે.
પંચશીલ, અષ્ટશીલ, દશશીલા ભગવાન બુદ્ધ સર્વ પ્રકારનાં પાપથી અટકવા માટે અને પવિત્ર જીવન ગાળવા માટે ભિક્ષુઓ તથા ગૃહસ્થો માટે જીવનમાં આચરવાનાં વ્રતો બતાવ્યાં છે, જે પંચશીલ, અષ્ટશીલ, દશશીલ તરીકે ઓળખાય છે. શીલ એટલે ચારિત્ર અથવા નીતિનિયમ. બૌદ્ધ મંદિરોમાં આજે પણ આ શીલ પ્રતિજ્ઞારૂપે ઉચ્ચારાય છે. પંચશીલ આ પ્રમાણે છે :
(૧) પ્રાણાતિપાતવિરતિ--હિંસા ન કરવી. આહાર માટે તો નહીં જ, બલ્બ ધર્મકાર્યનિમિત્તે પણ પ્રાણીઓનો વધ ન કરવાનું વ્રત દરેક બૌદ્ધ ધર્મીએ લેવાનું હોય છે. (૨) અદત્તાદાનવિરતિ-ચોરી ન કરવી. કોઈનું વગર આપેલું લેવું એ ચોરી જ છે. (૩) અબ્રહ્મચર્યવિરતિભિક્ષુઓએ નૈષ્ઠિક બ્રહ્મચર્યનું પાલન કરવું. ગૃહસ્થોએ પરસ્ત્રી સાથેના સંબંધનો ત્યાગ કરવો. (૪) મૃષાવાદવિરતિ–અસત્ય ન બોલવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org