________________
૪૪
સાંપ્રત સહચિંતન – ભાગ ૧૧ દૂર કરવા. (ગ) જે સુવિચારો મનમાં આવ્યા ન હોય તેને મનમાં આણવા, અને (ઘ) જે સુવિચારો મનમાં ઉત્પન્ન થયા હોય તેને સ્થિર કરી પૂર્ણતા તરફ લઈ જવા. (૪) સમ્યફ સ્મૃતિ--એટલે સારી રીતે જાગ્રત રહેવું. પોતાના ચિત્તનું સતત અવલોકન કરતા રહેવું. શરીરની અંદર સુખદુઃખ વગેરેના અનુભવો શા માટે થાય છે, ઈન્દ્રિયો અને તેના વિષયોમાંથી કેવાં કેવાં બંધનો જન્મે છે, તેનો કેવી રીતે નાશ કરી શકાય ઇત્યાદિનું સતત ચિંતન કરવું અને તત્ત્વચિંતન કરી વિવેકશક્તિને જાગ્રત રાખવી. (પ) સમ્યગૂ વાક-એટલે સારી વાચા. અસત્ય ન બોલવું, ચાડી ન ખાવી, નિંદા ન કરવી, નિરર્થક બોલ બોલ ન કરવું, હિંસા કે ઝઘડા પેદા થાય તેવું બોલવું નહીં. પ્રિય, મિત અને બીજાનું હિત સાધે તેવી વાણી હોવી જોઇએ. (૬) સમ્યક કર્માન્ત--એટલે સારાં કર્મો. હિંસા, ચોરી, વ્યભિચાર ઈત્યાદિ કર્મો ન કરવાં. પરંતુ બીજાઓનું કલ્યાણ થાય તેવાં સારાં કર્મો કરવાં. (૭) સમ્યગૂ આજીવ--એટલે સારો ઉદ્યમ કરીને એવી આજીવિકા પ્રાપ્ત કરવી જોઇએ કે જેથી બીજાઓને નુકસાન ન પહોંચે. (૮) સમ્યફ સમાધિ--એટલે ચિત્તની સારી એકાગ્રતા. ધ્યાન દ્વારા સમાધિ સાધી શકાય છે. બધી કામવાસનાઓ અને દુષ્ટ મનોવૃત્તિઓનો નિરોધ કરીને સુખદુઃખવિરહિત તથા ઉપેક્ષા અને જાગૃતિથી પરિશુદ્ધ એવું ધ્યાન ધરતાં નિર્વાણ માટે આવશ્યક એવી સમ્યક સમાધિ પ્રાપ્ત થયા છે.
પંચવર્ગીય ભિક્ષુઓને આ ચાર આર્યસત્ય અને આર્યઅષ્ટાંગમાર્ગનો ઉપદેશ આપતાં ભગવાન બુદ્ધે કહ્યું હતું કે ધાર્મિક માણસે બે છેડા પર જવું નહીં. એક છેડો તે કામોપભોગમાં સુખ છે એમ માનવું તે. આ છેડો હીન, ગ્રામ્ય, સામાન્યજનસેવિત, અનાર્ય અને અનર્થકારક છે. બીજો છેડો દેહદમનનો છે. એ છેડો પણ દુઃખકારક, અનાર્ય અને અનર્થકારક છે. માટે એ બેની વચ્ચેનો આર્ય અષ્ટાંગમાર્ગ તે મધ્યમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org