________________
બૌદ્ધ ધર્મ
૨. દુઃખસમુદય-બધાં દુઃખોનો ઉદય તૃષ્ણામાંથી થાય છે. તૃષ્ણા એટલે વાસના અથવા અતૃપ્તિ. તૃષ્ણા અનેક વિષયોમાં રમનારી છે. કામતૃષ્ણા, ભવતૃષ્ણા અને વિભવતૃષ્ણા એ ત્રણ મુખ્ય તૃષ્ણાઓ છે. કામતૃષ્ણા એટલે કામભોગના પદાર્થોની તૃષ્ણા. ભવતૃષ્ણા એટલે જીવવાની તૃષ્ણા. વિભવતૃષ્ણા એટલે વિનાશ તૃષ્ણા. પોતાનો વિનાશ કરવાની ઈચ્છા. કેટલાક લોકોનું જીવન તદ્દન નીરસ થઈ ગયેલું હોય છે. વળી તેઓ નિર્દય પણ હોય છે. એવા લોકો આત્મઘાત કરીને પોતાનું અને બીજાનું દુઃખ વધારે છે.
૩. દુઃખનિરોધ-–એટલે દુઃખનો નાશ કરી એમાંથી મુક્ત થવું. જ્યાં સુધી તૃષ્ણા છે ત્યાં સુધી દુ:ખ છે. માટે તૃષ્ણાનો નાશ થાય તો જ દુ:ખનો નાશ થાય. તૃણા ઉપર વિજય મેળવવા માટે જરૂર છે વૈરાગ્યની.
૪. દુઃખનિરોધગામિની પ્રતિપદા--તૃષ્ણાનો નાશ કેવી રીતે કરી શકાય અને દુ:ખનો નિરોધ કેવી રીતે કરી શકાય તે માટે ભગવાન - બુદ્ધ આર્ય અષ્ટાંગમાર્ગ શોધી કાઢ્યો. એ માર્ગ આ પ્રમાણે છે :
(૧) સમ્યગુ દષ્ટિ–એટલે સારી દષ્ટિ અર્થાત ચાર આર્યસત્યોનું યથાર્થ જ્ઞાન. સ્વાર્થ, અહંકાર, અજ્ઞાન ઇત્યાદિનો જ્યાં સુધી ત્યાગ થતો નથી ત્યાં સુધી સંસારની અનિત્યતાનું અને પોતાના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થતું નથી. (૨) સમ્યફ સંકલ્પ--એટલે સારો નિશ્ચય, કામભોગમાં રચ્યાપચ્યા ન રહેવું, પ્રાણી માત્ર પ્રત્યે શુદ્ધ પ્રેમ રાખવો, બીજાઓની હિંસા ન કરવી કે તેમને ત્રાસ ન આપવો, તેમના સુખમાં વધારો થાય તેવો પ્રયત્ન કરવો, વગેરે શુભ કાર્યો કરવાનો નિશ્ચય કરવો. (૩) સમ્યગુ વ્યાયામ –એટલે સારો માનસિક પ્રયત્ન. એ ચાર પ્રકારનો છે : (ક) જે દુષ્ટ વિચારો મનમાં આવ્યા ન હોય તે વિચારોને આવવાની તક આપવી નહીં. (ખ) જે દુષ્ટ વિચારો આવ્યા હોય તેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org