________________
૪૨
સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૧ ગૌતમ તરીકે જન્મ થયો ત્યારથી તે તેમને જ્ઞાન થયું ત્યા સુધીના તેમના જીવન માટે “બોધિસત્ત્વ' શબ્દ વપરાય છે.
બુદ્ધત્વ પ્રાપ્ત થયું તે સમયે સિદ્ધાર્થની ઉમર પાંત્રીસ વર્ષની હતી. જે સ્થળે એમને જ્ઞાન થયું તે સ્થળ “બુદ્ધગયા' અને તે પીપળાનું (પીપળનું વૃક્ષ “બોધિવૃક્ષ' તરીકે ઓળખાયાં. તત્ત્વબોધ થયા પછી તેઓ પોતાના પેલા પાંચ સાથીઓને ઉપદેશ આપવો એમ નક્કી કરી વારાણસી પાસે ઋષિપત્તન પહોંચ્યા. ભગવાને તેમને ચાર આર્યસત્ય અને આર્ય અષ્ટાંગમાર્ગનો ઉપદેશ આપ્યો. ભગવાનનો આ પ્રથમ ઉપદેશ “ધર્મચક્રપ્રવર્તન” તરીકે ઓળખાય છે.
આ પાંચે ભિક્ષુઓ ભગવાનના પ્રથમ શિષ્યો બન્યા અને તે પાંચ વડે પ્રથમ ભિક્ષુ સંઘની સ્થાપના થઈ, જેમાં ક્રમે ક્રમે બીજાઓ જોડાતા ગયા અને એમ ભિક્ષુ સંઘનો વિસ્તાર થતો ગયો. ભગવાન બુદ્ધ સતત પિસ્તાળીસ વર્ષ સુધી જુદે જુદે સ્થળે ફરી ઉપદેશ આપ્યો. ૮૦ વર્ષની વયે ઈ. સ. પૂર્વે ૫૪૩માં તેઓ મહાપરિનિર્વાણ પામ્યા.
ચાર આર્યસત્ય અને આર્ચ અષ્ટાંગમાર્ગ ભગવાન બુદ્ધ ચાર આર્યસત્ય અને આર્ય અષ્ટાંગમાર્ગનો જે ઉપદેશ આપ્યો તે બૌદ્ધ ધર્મનો પાયો છે. એ આર્યસત્યો આ પ્રમાણે છે :
૧. દુઃખ–આ સંસારમાં દુઃખ છે એ વાતની માણસને જ્યાં સુધી ખબર નથી ત્યાં સુધી ધર્મ તરફ એની બુદ્ધિ વળતી નથી. જન્મ, જરા, વ્યાધિ, મરણ, શોક, વિલાપ, અપ્રિય વસ્તુઓ અને મનુષ્યોનો સમાગમ, પ્રિય વસ્તુઓ અને મનુષ્યોનો વિયોગ, ઈચ્છાઓની અતુતિ ઇત્યાદિને કારણે દુઃખ ઉત્પન્ન થાય છે. આ દુઃખ સર્વસાધારણ છે અને તેમાંથી કોઈ મુક્ત રહી શકતું નથી. ધર્મમાર્ગે વાળવા ઈચ્છનાર માણસે સંસારમાં દુઃખ છે એ પ્રથમ આર્યસત્યનું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org