________________
૪૧
બૌદ્ધ ધર્મ ફરતા ફરતા સિદ્ધાર્થ ત્યાંથી ઉવેલા પાસે સેનાનિગમ નામના સ્થળે આવ્યા. એ રમણીય અને એકાંત સ્થળ પોતાની તપશ્ચર્યા માટે અત્યંત અનુકૂળ છે એમ જણાતાં તેઓ ત્યાં તપશ્ચર્યા કરવા લાગ્યા. ત્યાં તેમની સાથે પાંચ બ્રાહ્મણ તપસ્વીઓ પણ તપશ્ચર્યા કરતા હતા. કાયા અને ચિત્ત ઉપર વિજય મેળવવા માટે સિદ્ધાર્થે છ વર્ષ સુધી વિવિધ પ્રકારની અત્યંત ઉગ્ર તપશ્ચર્યાઓ કરી, પરંતુ છેવટે પ્રતીતિ થઈ કે બાનમાર્ગ વડે જ તત્વબોધ પ્રાપ્ત થઈ શકે છે.
જ્યારે સિદ્ધાર્થે તપશ્ચર્યાનો માર્ગ છોડી દીધો ત્યારે પાંચ બ્રાહ્મણ તપસ્વીઓએ એમને “યોગભ્રષ્ટ યોગી' કહી તેમની નિંદા કરી. ત્યારપછી સિદ્ધાર્થ ફરતા ફરતા કેટલેક સમયે ગયા નગરી પાસે નેપંજરા નદીને કાંઠે આવ્યા. વૈશાખી પૂર્ણિમાનો એ દિવસ હતો. તેઓ પીપળાના એક વૃક્ષ નીચે ધ્યાનમાં બેઠા અને જ્યાં સુધી તત્ત્વબોધ થાય નહીં ત્યાં સુધી ત્યાંથી ઊઠવું નહીં એવો દઢ નિશ્ચય કર્યો. તે સમયે મારદેવે (કામોપભોગ, કલેશ, મૃત્યુના દેવતાએ) તૃષ્ણા, અરતિ અને રતિ નામની પોતાની ત્રણ કન્યાઓ મોકલીને તેમને ધ્યાનમાંથી ચલિત કરવા પ્રયત્ન કર્યો. પરંતુ છેવટે મારદેવનો પોતાનો પરાજય થયો અને સિદ્ધાર્થને તત્ત્વબોધ થયો. તેમને ચાર આર્યસત્ત્વ અને આર્ય અષ્ટાંગમાર્ગનું જ્ઞાન થયું. તેઓ બોધિસત્વ મટી બુદ્ધ થયા.
બોધિ એટલે જ્ઞાન અર્થાત્ પોતાના અને જગતના કલ્યાણ માટેનું જ્ઞાન. એ પ્રાપ્ત કરવા માટે જે સત્ત્વ (પ્રાણી) પ્રયત્ન કરે છે તે બોધિસત્વ. અનેક જન્મોના પરિશ્રમથી પુણ્ય અને જ્ઞાનનો એટલો સંચય થાય કે એ જીવનું બુદ્ધ થવું નિશ્ચિત થઈ જાય ત્યારે તે જન્મના તે સમયથી બુદ્ધત્વ પ્રાપ્ત થાય ત્યાં સુધીના તેના જન્મો અને જીવનને બોધિસત્વ કહેવામાં આવે છે. બોધિ પ્રાપ્ત થતાં તે બોધિસત્ત્વ મટી બુદ્ધ બને છે. ભગવાન બુદ્ધના પૂર્વના કેટલાક ભવ માટે તથા સિદ્ધાર્થ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org