________________
४०
સાંપ્રત સહચિંતન - ભાગ ૧૧ નીચે મહામાયાએ પુત્રને જન્મ આપ્યો. પિતાની ઇચ્છા પૂર્ણ થઇ માટે પુત્રનું નામ “સિદ્ધાર્થ' રાખવામાં આવ્યું. એમના ગોત્રનું નામ “ગૌતમ” હતું. સિદ્ધાર્થના જન્મ પછી સાતમે દિવસે મહામાયાનું અવસાન થયું અને મહાપ્રજાપતિએ સિદ્ધાર્થને ઉછેરી મોટો કર્યો. સિદ્ધાર્થ નાનપણથી જ વારંવાર અંતર્મુખ બની જતા. એક વખત કૃષિસમારંભમાં પિતા એમને લઇ ગયા ત્યારે એક જબ્બવૃક્ષ નીચે એમને ધ્યાનનો પહેલો અનુભવ થયો હતો. યુવાન વયે યશોધરા નામની એક રાજકન્યા સાથે એમનાં લગ્ન થયાં. તેમને એક પુત્ર થયો જેનું નામ પાડવામાં આવ્યું “રાહુલ.'
મહાભિનિઝમણ અને ધર્મચક્રપ્રવર્તન સિદ્ધાર્થને રાજમહેલના ભોગોપભોગ નીરસ અને બંધનરૂપ લાગતા હતા. દંતકથા છે કે એક વખત સિદ્ધાર્થ રથમાં બેસી બહાર ફરવા નીકળ્યા ત્યારે એમણે એક વૃદ્ધને, એક રોગીને, એક શબને અને એક સંન્યાસીને જોયાં. તેઓ વિચાર કરવા લાગ્યા કે હું પોતે જરાધર્મી, વ્યાધિધર્મી, મરણધર્મી, શોકધર્મી છું, છતાં એ બધાં સાથે સંબંધ રાખનારી વસ્તુઓ ઉપર સુખનો આધાર માની બેઠો છું તે યોગ્ય નથી. માટે એમણે ગૃહત્યાગ કરવાનો નિશ્ચર્ય કર્યો. મધરાતે તેઓ પોતાની પત્ની યશોધરા અને સાત દિવસના પુત્ર રાહુલને છોડી દુ:ખનિવારણના ઉપાયની શોધમાં ચાલી નીકળ્યા. આ ઘટનાને બૌદ્ધ ધર્મમાં “મહાભિનિષ્ક્રમણ” કહે છે.
ગૃહત્યાગ કરીને સિદ્ધાર્થ આધાર કાલામ નામના પરિવ્રાજક પાસે ગયા. એણે તેમને પરિવ્રાજકોના આચારોનું પાલન કરાવી ધ્યાનની પદ્ધતિ, એના પ્રકાર તથા સમાધિ માટે આવશ્યક સાત પગથિયાં શીખવ્યાં. પરંતુ સિદ્ધાર્થને એથી સંતોષ થયો નહીં, કારણ કે તેઓ આખી માનવજાતિના કલ્યાણ માટેનો માર્ગ શોધવા નીકળ્યા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org