________________
બૌદ્ધ ધર્મ
ભારતીય સંસ્કૃતિની ધર્મની દષ્ટિએ બે મુખ્ય પરંપરા છે : બ્રાહ્મણ પરંપરા અને શ્રમણ પરંપરા. બ્રાહ્મણ પરંપરામાં વૈદિક ધર્મ છે. શ્રમણ પરંપરામાં મુખ્યત્વે જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ છે. વૈદિક ધર્મ અને જૈન ધર્મ ઘણા પ્રાચીન છે. જ્યારે બૌદ્ધ ધર્મનો પ્રચાર એના સંસ્થાપક ભગવાન બુદ્ધના સમયથી એટલે કે લગભગ અઢી હજાર વર્ષથી થયો છે.
ભારતમાં જ્યારે ધર્મના નામે કેવળ જડ કર્મકાંડ, અંધશ્રદ્ધા, યજ્ઞો અને એમાં નિર્દોષ પશુઓની હત્યા, વર્ણભેદ અને જાતિભેદ વગેરે ખૂબ વધી રહ્યાં હતાં ત્યારે ભગવાન મહાવીરે અને ભગવાન બુદ્ધે એ બધાંનો વિરોધ કરી ધર્મના ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તન આણ્યું હતું. ભગવાન મહાવીરના નિર્વાણ પછી બૌદ્ધ ધર્મને પણ રાજ્યાશ્રય મળ્યો અને એનો પ્રચાર ભારતમાં અને ભારત બહાર પુષ્કળ થયો.
જગતના મુખ્ય ધર્મોમાં બૌદ્ધ ધર્મનું સ્થાન મહત્ત્વનું છે. આજે દુનિયામાં કરોડો લોકો બૌદ્ધ ધર્મ પાળે છે. દુનિયામાં આ ધર્મનો પ્રચાર શસ્ત્રથી નહીં, રાજાઓ કે ધર્માચાર્યોના અત્યાચારથી નહીં પણ અહિંસા અને સંયમની, પ્રેમ અને કરુણાની, સહિષ્ણુતા અને શાંતિની, આત્મહિત અને લોકકલ્યાણની ભાવનાથી થયો છે.
બૌદ્ધ ધર્મનો પરિચય કરીએ તે પહેલાં એના સંસ્થાપક ભગવાન બુદ્ધના જીવનની મહત્ત્વની કેટલીક ઘટનાઓ સંક્ષેપમાં જોઇએ. સિદ્ધાર્થ ગૌતમ
હિમાલયની તળેટીમાં, નેપાળની સરહદમાં કપિલવસ્તુ નામની નગરીમાં શુદ્ધોદન નામના શાક્ય જાતિના ક્ષત્રિય રાજાને બે રાણી હતી, મહામાયા અને મહાપ્રજાપતિ. બંને બહેનો હતી. ઇ. સ. પૂર્વે ૬૨૩માં કપિલવસ્તુથી થોડે દૂર આવેલા લુમ્બિની વનમાં એક શાલવૃક્ષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org