________________
૧૪૨
સાંપ્રત સહચિંતન – ભાગ ૧૧ સવારે પ્રથમ કસરત કરાવવામાં આવે છે જેથી શરીરમાં સ્કૂર્તિ અને તાજગી આવે અને શરીર ખડતલ રહે.
શસ્ત્રનો ઉપયોગ એન.સી.સી.માં જોડાયેલા કેડેટોને શસ્ત્રોની તાલીમ આપવામાં આવે છે. શાસ્ત્રોમાં સૈનિકનું સૌથી અગત્યનું શસ્ત્ર તે રાઈફલ છે. રાઈફલની ગણના નાનાં શસ્ત્રોમાં થાય છે. ટૂંકા અંતરમાં સામે મળેલા દુશ્મનને ગોળીથી વીંધવા માટે તે બહુ અનુકૂળ શસ્ત્ર છે. ત્રણસો વાર સુધી જો નિશાન બરોબર તાક્યું હોય તો તે દુશ્મનને જરૂર વીંધી નાખે છે. રાઈફલના જુદા જુદા ઘણાં પ્રકાર છે. ભારતીય સૈન્યમાં વપરાતી રાઈફલમાં મુખ્યત્વે ૩૦૩ના પ્રકારની બહુ જાણીતી રાઈફલ છે. તે ૩૦૩ના નામથી જાણીતી છે તેનું કારણ એ કે તેની નળીના પોલાણનું માપ ૩૦૩ ઇંચ છે. આરંભમાં તાલીમ માટે .૨૨ના પ્રકારની રાઈફલ વપરાય છે કારણ કે તેમાંથી ગોળી છોડતી વખતે છાતી ઉપર જોરથી ધક્કો લાગતો નથી, જ્યારે ૩૦૩માંથી છોડતી વખતે છાતી પર જોરથી ધક્કો લાગે છે. અને વાપરનારે જો બરાબર તાલીમ ન લીધી હોય તો હાંસડી કે પાંસળીના હાડકાને ઈજા થવાનો સંભવ છે. રાઈફલ ઉપરાંત બીજું મહત્ત્વનું શસ્ત્ર તે મશીનગન અથવા બ્રેનગન છે. તે લાઈટ, મિડિયમ અને હેવી એમ ત્રણ પ્રકારની હોય છે. મશીનગનમાં એક વખત ઘોડો દબાવવાથી એક પછી એક ઘણીબધી ગોળીઓ છોડી શકાય છે કારણ કે તે સ્વયંસંચાલિત (ઑટોમેટિક) હથિયાર છે. રાઈફલમાં એક વખત ઘોડો દબાવીને એક જ ગોળી છોડી શકાય છે, જ્યારે મશીનગનમાંથી ઘણી ગોળી છોડી શકાય છે. પરંતુ મશીનગન કરતાં રાઈફલમાં તાકેલું નિશાન બરાબર રહે છે અને છોડેલી ગોળીઓના પ્રમાણમાં તે વધુ સારું પરિણામ આપે છે. એકસાથે ઘણા વધારે દુશમનો હોય ત્યારે મશીનગન ઉપયોગી થઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org