________________
-
એન.સી.સી. તારા લશ્કરી તાલીમ
૧૪૧ માણસ પાંચેક મિનિટમાં ચક્કર ખાઈને નીચે પડે છે, પરંતુ તાલીમ પામેલો સૈનિક ઘણા લાંબા સમય સુધી સ્થિર રહી શકે છે. કવાયતમાં સૈનિકોએ પોતાનો ગણવેશ સ્વચ્છ અને ગૌરવવાળો દેખાય તેની પણ કાળજી રાખવાની હોય છે. બકલ, બિલ્લો, બટન, બૂટ, બૂટની દોરી, હજામત, કપડાંની ઈસ્ત્રી વગેરે બાબતમાં બિલકુલ ખામી ન રહે એ રીતે સૈનિકે સજ્જ થવાનું હોય છે. કવાયતમાં કૂચ કરતી વખતે દરેકના પગ અને હાથ એકસરખી રીતે એક્સરખા અંતરે રહેવા જોઈએ. જાણે યંત્રની જેમ બધા ગતિ કરતા હોય એવી છાપ ઊભી થવી જોઈએ. કવાયત કરાવનાર ઉપરીનું પણ પ્રત્યેક પગલું નમૂનારૂપ હોવું જોઈએ અને તેનો હુકમ સ્પષ્ટ અવાજ સાથે મોટો અને રણકારયુક્ત હોવો જોઈએ જેથી બધાને બરાબર સંભળાય અને હુકમનું સહજ રીતે પાલન કરવાનું મન થાય.
ભારતને આઝાદી મળી તે પછી કવાયત માટેના હુકમો અંગ્રેજીને બદલે હિંદીમાં દાખલ કરવામાં આવ્યા છે. સાવધાન (એટેન્શન), વિશ્રામ (સ્ટેન્ડ એટ ઈઝ), આરામ સે (સ્ટેન્ડ ઈઝી), તેજ ચલ (ક્વિક માર્ચ), બાયે મૂડ (લેટ ટન), દાહીને મૂડ (રાઈટ ટન), પીછે મૂડ (અબાઉટ ટન) વગેરે હુકમો ભારતીય સૈનિકો અને કેડેટો માટે હવે સહજ અને સ્વાભાવિક થઇ ગયા છે.
આરંભમાં શસ્ત્ર વગરની કવાયત શીખવવામાં આવે છે અને પછી શસ્ત્ર સાથેની કવાયત શીખવાય છે. સૈનિકો અને કેડેટોને લાંબા અંતર સુધી એકસાથે કૂચ કરતા લઈ જવામાં આવે છે જેને “રૂટ માર્ચ કહેવામાં આવે છે.
કવાયત ઉપરાંત કસરત (ફિઝિકલ ટ્રેનિંગ–પી.ટી.)–ની તાલીમ પણ આપવામાં આવે છે, જેથી સૈનિકોનાં શરીર ખડતલ થાય. લશ્કરના સૈનિકોની જેમ એન.સી.સી.ના કેડેટોને વાર્ષિક છાવણીમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org