________________
૧૪૦
કરવામાં આવે છે. એટલા માટે એક વખત તાલીમ પામેલા ઑફિસરોએ પણ દર ત્રણ વર્ષે ઓછામાં ઓછું એક વાર ફરીથી તાલીમ લેવા જવું પડે છે, જેથી લશ્કરી તાલીમના વિષયમાં તેઓ હંમેશાં તાજા રહી શકે. આવી તાલીમને રિફ્રેશર કોર્સ કહે છે.
સાંપ્રત સહચિંતન - ભાગ ૧૦
-
પાયાના વિષયોની તાલીમ
એન.સી.સી.ના કૅડેટોને તેમની શાખા પ્રમાણે જુાદ જુદા કેટલાક વિષયોની તાલીમ આપવામાં આવે છે. આ તાલીમમાં પાયાના વિષયો તરીકે કવાયત અને કસરત, શસ્ત્રોનો ઉપયોગ, નકશાવાચન, સૈન્યની રચના, વ્યૂહાત્મક ગતિવિધિ, ગોળીબારની શિસ્ત, પ્રાથમિક તબીબી સારવાર વગેરે વિષયોની તાલીમ તમામ શાખાના કૅડેટોને અપાય છે.
ક્વાયત અને કસરત
સમૂહમાં ચાલનારા માણસો સૌથી વધુ વ્યવસ્થિત અને ક્રમબદ્ધ હોય તો તે લશ્કરના જ માણસો છે, કારણ કે તેમને કવાયત (ડ્રિલ)ની સુંદર તાલીમ આપવામાં આવે છે. કવાયતની તાલીમ મળ્યા પહેલાંની માણસની ચાલ અને તાલીમ મળ્યા પછીની ચાલ વચ્ચેનો ફરક તરત નજરે ચડે એવો હોય છે. કવાયતની જરૂર શિસ્ત માટે છે. કવાયત દ્વારા શિસ્ત આવવા ઉપરાંત એક જ વ્યક્તિનો હુકમ સામૂહિક રીતે ઉઠાવવાની તાલીમ પણ મળે છે. લશ્કરના સૈનિકોને સામાન્ય નાગરિકો કરતાં પોતે કંઇક જુદા છે તેવું જરૂરી આત્મભાન કવાયત દ્વારા થાય છે. કવાયતથી સૈનિકોનું શરીર તો સુદૃઢ થાય છે, પણ સાથે સાથે મન પણ સુદૃઢ થાય છે: કવાયતથી સૈનિકોની પોતાના ઉપરીઓ સાથેની રીતભાતમાં પણ છટા આવે છે. કવાયત તેઓને ચાલાક, ચબરાક, તેજસ્વી, આત્મવિશ્વાસવાળા, પ્રસન્ન, ગૌરવયુક્ત અને ચપળ બનાવે છે. દસ-પંદર મિનિટની સતત કવાયત કવનારી હોય છે. એક જ સ્થળે બોલ્યાચાલ્યા વિના સીધી દષ્ટિ રાખી સ્થિર ઊભો રહેલો
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only