________________
એ ન.સી.સી. દ્વારા લશ્કરી તાલીમ
૧૩૯
પરંતુ ત્યાર પછી પ્રતિ વર્ષ જેમ જેમ એન.સી.સી.નો વિકાસ થતો ગયો તેમ તેમ વધુ ને વધુ ઑફિસરોની જરૂર પડવા લાગી. ઑફિસર તરીકે સ્કૂલ અને કૉલેજોમાંથી અધ્યાપકોની જ પસંદગી કડક ધોરણે કરવામાં આવે છે. આરંભમાં તેઓને ત્રણ માસની (પ્રિકમિશન) સખત લશ્કરી તાલીમ આપવામાં આવે છે અને તેમાં જેઓ ઉત્તીર્ણ થાય તેમને જ ઑફિસર તરીકે નિયુક્ત કરવામાં આવે છે. શરૂઆતમાં લગભગ એક દાયકા સુધી આ પ્રકારની લશ્કરી તાલીમ જુદાં જુદાં રાજ્યોમાં આવેલાં નિયમિત લશ્કરી મથકોમાં અથવા લશ્કરી તાલીમકેન્દ્રોમાં આપવામાં આવતી.
લશ્કરી તાલીમનું ક્ષેત્ર જ એવું છે કે જેમાં વખતોવખત ફેરફાર થયા જ કરે છે. ભારતનાં જુદાં જુદાં રાજ્યોના એન.સી.સી. ઑફિસરોને અપાતી તાલીમનું ધોરણ ઘણું ઊંચું રહેતું, પરંતુ પદ્ધતિમાં ક્યારેક ફરક પડતો. આથી ભારતના તમામ ઑફિસરોને એકસરખી પદ્ધતિની તાલીમ આપવી જોઇએ એમ નક્કી થયું. એ માટે સૌ પ્રથમ ૧૯૫૫માં દેહરાદૂનમાં લશ્કરી કેન્દ્રમાં પસંદ કરાયેલા એન.સી.સી. ઑફિસરો માટે કાયમી તાલીમકેન્દ્રો સ્થાપવાની જરૂર જણાઈ. નાગપુર પાસે કામ્પ્ટીમાં કાયમી તાલીમકેન્દ્રની સ્થાપના કરવામાં આવી અને ત્યાર પછી યુવતીઓ માટેનું અલગ તાલીમ કેન્દ્ર ગ્વાલિયર ખાતે સ્થાપવામાં આવ્યું. આ તાલીમ કેન્દ્રોમાં જુદા જુદા પ્રકારના તાલીમવર્ગો બારે માસ ચાલે છે અને તેમાં ભારતભરમાંથી સેંકડો અધ્યાપકોઅધ્યાપિકાઓ આવીને તાલીમ લે છે. અલબત્ત, લશ્કરી મથકોનાં તાલીમકેન્દ્રોની તાલીમ કરતાં એન.સી.સી.ના તાલીમકેન્દ્રોની તાલીમનું ધોરણ થોડુંક ઊતરતું છે એમ બંને જગ્યાએ મેં પોતે લીધેલી તાલીમને આધારે હું કહી શકું છું.
લશ્કરી તાલીમ એ એક એવી વસ્તુ છે કે જેમાં નિયમિત મહાવરાની જરૂર પડે છે અને જેમાં નવાં નવાં સંશોધનો મુજબ નવા નવા ફેરફાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org