________________
૧૩૮
સાંપ્રત સહચિંતન - ભાગ ૧૧
ગણવેશ વગર પણ તાલીમ અપાવી શરૂ થઈ. પરિણામે યુવાન વિદ્યાર્થીઓનાં મન ઉપર લશ્કરી તાલીમની આવશ્યકતાની જે ગૌરવભરી સ્પષ્ટ છાપ અંકિત થવી જોઈએ તે થઈ નહીં. વળી લશ્કરી તાલીમ” એ દરેક વિદ્યાર્થીની પ્રકૃતિને રુચે એવી બાબત નથી. પોતાના અભ્યાસની કારકિર્દીની આડે લશ્કરી તાલીમ આવતી હોય એવું કેટલાકને લાગ્યું. યુદ્ધ પછી તંગદિલીનું વાતાવરણ હળવું બનતાં ફરજિયાત તાલીમનો પ્રભાવ ઘટવા લાગ્યો અને વિદ્યાર્થીઓ તેમાંથી ધીમે ધીમે છટકવા લાગ્યા. તાલીમમાં ગેરહાજર રહેનાર વિદ્યાર્થીઓની સંખ્યા ઘણી મોટી થતી. એટલી મોટી સંખ્યાની સામે શિસ્તનાં કચ્છ પગલાં લેવાનું યુનિવર્સિટીઓને યોગ્ય ન લાગ્યું. તેથી ફરજિયાત લશ્કરી તાલીમનું ધોરણ કથળતું ગયું. રાજ્યની સરકારો માટે ખર્ચનો પ્રશ્ન તો હતો જ. પરિણામે છએક વર્ષને અંતે એન.સી.સી.ની તાલીમ ફરીથી વિદ્યાર્થીઓ માટે મરજિયાત બનાવી દેવામાં આવી.
૧૯૪૮માં એન.સી.સી.ની શરૂઆત થઈ ત્યારે આરંભમાં તાલીમ લેનાર સિનિયર ડિવિઝનના કેડેટોની સંખ્યા લગભગ ૫૦,૦૦૦ની હતી. પ્રતિવર્ષ તે વધતી ચાલી અને ૧૯૬૨માં તે ત્રણ લાખ ઉપર પહોંચી ગઈ હતી. લશ્કરી તાલીમ ફરજિયાત બનાવવામાં આવી ત્યારે કેડેટોની સંખ્યા લગભગ દસ લાખ ઉપર પહોંચી ગઈ હતી. ફરજિયાત તાલીમ કાઢી નાખવામાં આવી ત્યારે કેડેટોની સંખ્યા ફરી ઘટી ગઈ. પરંતુ ત્યાર પછી ૧૯૭૨માં કેટલાક ફેરફારો કરાયા તે પછી ધીમે ધીમે ફરી ઉત્સાહ વધવા લાગ્યો. ભારતમાં હાલ સિનિયર ડિવિઝનમાં અને જુનિયર ડિવિઝનમાં મળીને પંદર લાખથી વધુ કેડેટો તાલીમ લઇ રહ્યા છે. આ સંખ્યા ઉત્તરોત્તર વધતી જાય છે.
એન.સી.સી. ઑફિસરો માટેનાં તાલીમ કેન્દ્રો ૧૯૪૮માં એન.સી.સી.ની સ્થાપના થઈ ત્યારે યુ.ઓ.ટી.સી.ના ઑફિસરોને એન.સી.સી.ના ઑફિસર તરીકે સ્વીકારી લેવામાં આવ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org