________________
એન.સી.સી. દ્વારા લશ્કરી તાલીમ
૧૩૭ તાલીમ અપાય છે. જે કેડેટોને પર્વતારોહણમાં રસ હોય તેવા કેડેટોની કડક ધોરણે પસંદગી થાય છે અને તેમને પર્વતારોહણની ઉચ્ચ પ્રકારની તાલીમ અપાય છે. યુવતીઓને પણ તાલીમ અપાય છે અને શિખર સર કરવા તેઓની ટુકડી પણ મોકલાય છે.
પર્વતારોહણની તાલીમ ઉપરાંત એન.સી.સી.માં પસંદ કરાયેલા કેડેટોને દર વર્ષે ઉચ્ચ નેતૃત્વ (એડવાન્સ લીડરશિપ)ની તાલીમ આપવા માટેની ખાસ છાવણીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જુદાં જુદાં રાજ્યોમાંથી આવેલા કેડેટો એકબીજાની સાથે હળીમળીને રહે અને નેતૃત્વની તાલીમ પામે એ માટે મનાલી, કોડાઇ કેનાલ, પહેલગાંવ વગેરે સુંદર સ્થળોમાં આવી છાવણીઓ યોજવામાં આવે છે. ખાસ પસંદ કરાયેલા કેડેટોને લશ્કરી મથકોમાં તાલીમ અને અનુભવ લેવા માટે પણ મોકલવામાં આવે છે.
લશ્કરી તાલીમ-ફજિયાત અને મરજિયાત ૧૯૬૨ના ઓક્ટોબરમાં ચીને ભારત પર આક્રમણ કર્યું તે સમયે ભારતની સરહદનું સંરક્ષણ કરવા માટે ભારત પાસે પૂરતી સંખ્યામાં સૈન્ય નથી એવું લાગ્યું. આથી ભારતના સૈન્યની સંખ્યા વધારવાની સાથે સૈન્યને સહેલાઇથી લશ્કરી તાલીમ પામેલા યુવાનો સાંપડી રહે તે હેતુથી સમગ્ર ભારતમાં કૉલેજના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે લશ્કરી તાલીમ ફરજિયાત બનાવવામાં આવી હતી. એ સમયના વાતાવરણમાં યુવાનો માટે લશ્કરી તાલીમ ફરજિયાત બની એ વસ્તુ આવશ્યક અને ઈષ્ટ ગણાય. પહેલે વર્ષે વિદ્યાર્થીઓનો ઉત્સાહ પણ સારો રહ્યો. પરંતુ ફરજિયાત લશ્કરી તાલીમને કારણે કેડેટોની સંખ્યા ઘણી વધી ગઈ અને એન.સી.સી.માં “રાઇફલ” નામનાં ઓછાં ખર્ચાળ યુનિટો પણ ઊભાં કરાયાં. પરંતુ દેશ ઉપર ઘણો મોટો આર્થિક બોજો આવી પડ્યો. ઉતાવળે થયેલી એની વ્યવસ્થામાં ઘણી ત્રુટિઓ રહી. કેટલાંક કેન્દ્રોમાં તો ઑફિસરોની પૂરતી સંખ્યા કે પૂરતાં સાધનો કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org