________________
૧૩૬
સાંપ્રત સહચિંતન – ભાગ ૧૧ સેવાની પ્રવૃત્તિ વખતોવખત જુદી જુદી યોજના હેઠળ છાવણીમાં હાથ ધરવામાં આવે છે.
પ્રજાસત્તાક દિનની પરેડ એન.સી.સી.માં જોડાયેલા વિદ્યાર્થીઓને એન.સી.સી.ની પ્રવૃત્તિમાં વધુ રસ પડે અને તેઓ ગૌરવ અનુભવે તે માટે જુદી જુદી યોજનાઓ અમલમાં આવેલી છે. તેમાંની એક તે પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં દિલ્હીમાં એન.સી.સી.ના કેડેટોની પરેડ પણ છે. દર વર્ષે પ્રત્યેક રાજ્યના એન.સી.સી.ના કેડેટોમાંથી સૌથી વધુ તેજસ્વી, ચબરાક અને કવાયત વગેરેમાં અત્યંત નિપુણ યુવક-યુવતીઓની પસંદગી કરવામાં આવે છે અને તેઓને દિલ્હી મોકલવામાં આવે છે. આ રીતે દરેક રાજ્યમાંથી આવેલાં, દિલ્હીમાં એકત્ર થયેલાં યુવક-યુવતીઓને કેટલાક દિવસ સુધી ખાસ તાલીમ આપવામાં આવે છે અને તેઓ ૨૬મી જાન્યુઆરીની પરેડમાં ભાગ લે છે. દિલ્હીની પરેડમાં પોતાની પસંદગી થવી એ એન.સી.સી.ના કેડેટ માટે ઘણાં ગૌરવની વાત છે. પરેડના બીજા દિવસે વડા પ્રધાન એન.સી.સી.ના કેડેટોની જુદી પરેડનું ખાસ નિરીક્ષણ કરે છે અને જે રાજ્યના કેડેટો સૌથી વધુ ગુણ મેળવે છે તેમને ઉત્તમ રાજ્ય-એન.સી.સી. માટેનું વિજયપક્વ આપવામાં આવે છે. તદુપરાંત વ્યક્તિગત રીતે શ્રેષ્ઠ ઠરેલા કેડેટોને ચંદ્રક, પારિતોષિક ઇત્યાદિ આપવામાં આવે છે. જુદાં જુદાં રાજ્યોમાંથી આવતા કેડેટોની રહેવા-જમવાની સગવડ માટે દિલ્હીમાં કાયમી વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
વિશિષ્ટ તાલીમ છાવણીઓ એન.સી.સી.ના કેડેટોને માટે પર્વતારોહણની તાલીમ આપવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. દાર્જિલિંગની હિમાલયન માઉન્ટેનિયરિંગ ઈન્સ્ટિટ્યૂટમાં દર વર્ષે ચારેક વખત આ પ્રકારની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org