________________
-
-
--
-
---
-
-
-
-
-
-
-
-
-
-
-
એન.સી.સી. દ્વારા લશ્કરી તાલીમ
૧૩૫ ગાર્ડ આવતા હોય છે. ગાર્ડની બદલીનો કાર્યક્રમ આત્મવિશ્વાસ જન્માવનાર રસિક અને નિહાળવા જેવો હોય છે.
છાવણીમાં સ્વચ્છતા ઉપર પણ ઘણો ભાર મૂકવામાં આવે છે. લશ્કરી કેન્દ્રોની જેમ તાલીમ છાવણીઓમાં સવારથી ભોજનના સમય સુધી કેડેટોએ પોતાનો સામાન એકસરખી રીતે, એકસરખા માપે, સ્વચ્છતાપૂર્વક ગોઠવવાનો હોય છે જેને લાઈન રેસિંગ કહેવામાં આવે છે. જુદાં જુદાં લેટૂન અને કંપનીનાં કેડેટો વચ્ચે એ માટે સ્પર્ધા પણ યોજવામાં આવે છે.
સમાજજોવા માટે તાલીમ છાવણીઓ એન.સી.સી.ના કેડેટોને શારીરિક શ્રમનું ગૌરવ સમજાય એટલા માટે એન.સી.સી.ની શરૂઆત થઈ ત્યારથી લગભગ ૧૯૬૫ સુધી વાર્ષિક તાલીમ છાવણીમાં રોજના બે કલાકના હિસાબે નિશ્ચિત કરેલા કલાક સમાજસેવા માટે આપવાના રહેતા. તાલીમ છાવણીનું સ્થળ નક્કી થાય તેની સાથે કેડેટોએ ત્યાં સમાજસેવાનું કેવા પ્રકારનું કાર્ય કરવાનું છે તે પણ નક્કી થઈ જતું. કાચા કે પાકા રસ્તાઓ બાંધવા, કાચાં મકાનો બાંધવાં, ગ્રામસફાઈ, સ્નાનાગાર, તરણહોજ માટે ખોદકામ કરવું, સાક્ષરતાપ્રચાર, વૃક્ષારોપણ, રક્તદાન ઇત્યાદિ પ્રકારનું સ્થાનિક લોકોને ઉપયોગી એવું સમાજસેવાનું કાર્ય કરવામાં આવતું.
રજાઓમાં સામાજિક સેવા માટે જ ખાસ હોય એવી સંયુક્ત તાલીમ છાવણીઓ, પાસે પાસેનાં રાજ્યોની પણ યોજવામાં આવતી. કેડેટો તેમાં ઉત્સાહભેર ભાગ લેતા. સામાજિક સેવાને હવે એન.સી.સી.માં ફરજિયાત ન રાખતાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે એનું જુદું વ્યવસ્થાતંત્ર એન.એસ.એસ. (નેશનલ સોશિયલ સર્વિસ) શરૂ કરવામાં આવ્યું છે. આમ છતાં એન.સી.સી.ના કેડેટો દ્વારા પણ સમાજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org