________________
૧૩૪
સાંપ્રત સહચિંતન - ભાગ ૧૧ તાલીમ છાવણીમાં રહેવાની વ્યવસ્થા કેટલીક વાર ખુલ્લામાં તંબૂઓમાં કરવામાં આવે છે તો કેટલીક વાર લશ્કરી બેરેક કે મકાનોમાં કરવામાં આવે છે. વસ્તુતઃ ખુલ્લા મેદાનોમાં અપાતી આ પ્રકારની તાલીમ જ વધારે સારી અને ઉપયોગી તાલીમ થઈ પડે છે, કારણ કે કેડેટો દિવસ-રાત ત્યાં સાથે રહે છે. વિષયાંતરો કે બીજા કોઈ વિક્ષેપો માટે
ત્યાં એકંદરે અવકાશ હોતો નથી. તેઓ ત્યાં લશ્કરી તાલીમમાં પોતાના ચિત્તને સારી રીતે પરોવી શકે છે. તાલીમ છાવણીમાં તેઓએ સવારે ઘણું વહેલું ઊઠવાનું હોય છે અને સમયપત્રક પ્રમાણે બધું કાર્ય કરવાનું હોય છે. તેમાં તેઓને જુદા જુદા વિષયોની વ્યવહારુ તાલીમ પણ અપાય છે. રૂટ માર્ચ, નાઈટ માર્ચ, ગોળીબાર વગેરેની તાલીમ પણ અપાય છે. તેમાં રમતગતમ અને બીજી સ્પર્ધાઓ માટે પણ સમય ફાજલ રાખવામાં આવે છે. આમ એકંદરે કેડેટોને સમૂહમાં રહેવાની, સંઘભાવનાની, ખડતલ થવાની અને લશ્કરી તાલીમ સારી રીતે મેળવવાની સુંદર તક સાંપડે છે.
તાલીમ છાવણીમાં કેડેટોને દિવસે કે રાત્રે જુદી જુદી ફરજો સોંપવામાં આવે છે. કોઈને શસ્ત્રાગારની, કોઈને પરેડની, કોઇને રમતગમતની, કોઈને રસોડાની, કોઈને ધોબીની. એ બધી ફરજો તેઓએ બરાબર બજાવી છે કે કેમ તેનો હિસાબ પણ લેવાય છે. બરાબર ન હોય તો તરત ઠપકો અપાય છે. લશ્કરી તાલીમમાં નાનામાં નાની ક્ષતિને બરાબર ધ્યાનથી પકડી તે માટે તરત ઠપકો આપવો એ ઉપરીનું સારું લક્ષણ મનાય છે. તો જ કાર્યદક્ષતાનું ધોરણ ઊંચું રહે.
તાલીમ છાવણીમાં સૌથી અગત્યનું સ્થળ તે ક્વાર્ટર ગાર્ડ છે, જ્યાં ચોવીસ કલાક ચોકીપહેરો રહેતો હોય છે. પહેરા ઉપરના કેડેટો જતા-આવતા ઓફિસરોને સલામી આપે છે. ક્વાર્ટર ગાર્ડ માટે ચબરાક અને તેજસ્વી કેડેટોની પસંદગી થાય છે. ક્યારેક એ માટે જુદી જુદી કંપનીઓ વચ્ચે સ્પર્ધા પણ થાય છે. ક્વાર્ટર ગાર્ડ માટે રોજ નવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org