________________
એન.સી.સી. દ્વારા લશ્કરી તાલીમ
૧૩૩ દરજ્જો મળે છે. તેમાંથી કેટલાકની ઐમ્પટન્ટ ક્વાર્ટર માસ્ટર, સેકન્ડ ઈન કમાન્ડ વગેરે તરીકે નિમણૂક કરવામાં આવે છે.
એન.સી.સી.માં દરજાઓ અને હોદ્દાઓ ઘણુંખરું લશ્કરના દરજાઓ અને હોદ્દાઓ પ્રમાણે જ આપવામાં આવે છે. લશ્કરમાં સિપાઈઓ અને ઑફિસરો એમ બે વિભાગ હોય છે. સિપાઇઓમાં (૧) લાન્સ નાયક, (૨) નાયક, (૩) હવાલદાર, (૪) હવાલદાર મેજર, (૫) જમાદાર, (૬) જમાદાર મેજર, (૭) સૂબેદાર અને (૮) સૂબેદાર મેજર એવો દરજ્જો અપાય છે. લશ્કરી ઓફિસરોમાં (૧) સેકન્ડ લેફ્ટનન્ટ, (૨) લેફ્ટનન્ટ, (૩) કેપ્ટન, (૪) મેજર, (૫) લેફ્ટનન્ટ કર્નલ, (૬) કર્નલ, (૭) બ્રિગેડિયર, (૮) મેજર જનરલ, (૯) લેફ્ટનન્ટ જનરલ, (૧૦) જનરલ એવો ઉત્તરોત્તર ચડિયાતો દરો અપાય છે. યુદ્ધના સમયે ઝડપી બઢતી આપીને પ્રોત્સાહિત કરવાના હેતુથી જનરલને ફીલ્ડ માર્શલ બનાવવામાં આવે છે. નૌકાદળમાં ઓફિસરોમાં (૧) ઍક્ટિગ સબ લેફ્ટનન્ટ, (૨) સબ લેફ્ટનન્ટ, (૩) લેફ્ટનન્ટ, (૪) લેફ્ટનન્ટ કમાન્ડર, (૫) કમાન્ડર, (૬) કૅપ્ટન, (૭) કોમોડોર, (૮) રિઅર એડમિરલ, (૯) વાઇસ એડમિરલ અને (૧૦) એડમિરલ એ પ્રમાણે ઉત્તરોત્તર ચડિયાતો દરજ્જો આપવામાં આવે છે. વાયુસેના અથવા હવાઈદળમાં
ઑફિસરોમાં (૧) પાઇલટ ઑફિસર, (૨) ફુલાઈગ ઑફિસર, (૩) ફૂલાઇટ લેફ્ટનન્ટ, (૪) સ્કવૉડન લીડર, (૫) વિંગ કમાન્ડર, (૬) ગ્રુપ કૅટન, (૭) ઍર કામોડોર, (૮) ઍર વાઈસ માર્શલ, (૯) એર માર્શલ એ પ્રમાણે ઉત્તરોત્તર ચડિયાતો દરજ્જો આપવામાં આવે છે.
વાર્ષિક તાલીમ છાવણી એન.સી.સી.ના કેડેટોને દર વર્ષે દસ, બાર કે ચૌદ દિવસ માટે બહારગામ વાર્ષિક તાલીમ માટે લઈ જવામાં આવે છે. ત્યાં તેઓને એક સ્થળે છાવણીમાં રહેવાનું હોય છે. ત્યાં તાલીમ અને રહેવા તથા ખાવાપીવાની તમામ વ્યવસ્થા સરકારને ખર્ચ કરવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org