________________
૧૩૨
સાંપ્રત સહચિંતન – ભાગ ૧૧
દરજજા અને હોદ્દાઓની બઢતી આપવામાં આવે છે. કેટલીક યુનિવર્સિટીઓમાં તેવા કેડેટોને પરીક્ષાના કેટલાક વિષયોમાં રાહત અથવા વધુ ગુણ આપવામાં આવે છે.
એન.સી.સી.ના કેડેટો માટે સૈન્યમાં જોડાવું ફરજિયાત નથી, પરંતુ ખડકવાસલાની ડિફેન્સ એકેડેમીમાં અને દેહરાદૂનની મિલિટરી એકેડેમીમાં એન.સી.સી.ના કૅટો માટે કેટલીક બેઠકો અનામત રાખવામાં આવી છે. એન.સી.સી.ની તાલીમ લઇ જોડાયેલા કેડેટો એકેડેમીની પરીક્ષાઓમાં ઘણું સારું પરિણામ લાવે છે અને તેઓ ઘણા સારા ઑફિસર નીવડે છે એવો ઉચ્ચ લશ્કરી સત્તાવાળાઓનો અભિપ્રાય છે.
એન.સી.સી.માં દરજો અને હોદો. આજ્ઞાપાલન વગર સૈન્યની વ્યવસ્થા ટકી ન શકે અને યુદ્ધમાં તો એનું પરિણામ ભયંકર આવે. કોણે કોની આજ્ઞા માનવી, કોણે કોને સલામ કરવી તે માટે સૈન્યમાં દરજ્જો (રેન્ક) અને હોદ્દો આપવામાં આવે છે. પ્રત્યેકનો દરજ્જો દૂરથી પણ ઓળખાય એ માટે ગણવેશમાં ખભા ઉપર પહેરવાની જુદી જુદી નિશાનીવાળી પટ્ટી કરવામાં આવે છે. જેમ સૈન્યમાં તેમ એન.સી.સી.માં પણ કેડેટો અને ઑફિસરોને દરજ્જો અને હોદ્દો આપવામાં આવે છે. એન.સી.સી.માં દાખલ થયેલા વિદ્યાર્થીને કેડેટ કહેવામાં આવે છે. ત્યારપછી (૧) લાન્સ કોર્પોરલ, (૨) કોરલ, (૩) સાર્જન્ટ, (૪) કંપની ક્વાર્ટર માસ્ટર સાર્જન્ટ, (૫) કંપની સાર્જન્ટ મેજર, (૬) રેજિમેન્ટલ ક્વાર્ટર માસ્ટર સાર્જન્ટ, (૭) રેજિમેન્ટલ સાર્જન્ટ મેર, (૮) અન્ડર ઑફિસર, અને (૯) સિનિયર અન્ડર ઑફિસર—એ પ્રમાણે ઉત્તરોત્તર ચડિયાતો દરજ્જો લાયકાત પ્રમાણે આપવામાં આવે છે.
એન.સી.સી.માં જોડાનાર ઑફિસરોને (૧) સેકંડ લેફ્ટનન્ટ, (૨) લેફ્ટનન્ટ, (૩) કૅપ્ટન અને (૪) મેજર એ પ્રમાણે ઉત્તરોત્તર ચડિયાતો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org