________________
એન.સી.સી. દારા લશ્કરી તાલીમ
૧૩૧ એન.સી.સી.ની સ્થાપના થઈ ત્યારે આરંભનાં કેટલાંક વર્ષ એન.સી સી.ના કેડેટો અને ઑફિસરોનો ગણવેશ લશ્કરના ગણવેશ જેવો જ આપવામાં આવ્યો હતો, પરંતુ પછી જેમ એન.સી.સી.નો વિસ્તાર થતો ગયો તેમ તેમ તેના ગણવેશમાં ફેરફાર કરવામાં આવ્યા. એકંદરે કેડિટોને પહેરવો ગમે, શોભે અને તે ચબરાક દેખાય તેવો જુદી જુદી શાખાને જુદો જુદો ગણવેશ આપવામાં આવ્યો છે.
શાળા અને કૉલેજનાં યુવક-યુવતીઓને લશ્કરી તાલીમ આપવાનું કાર્ય ખર્ચાળ છે. તેઓને માટેના ગણવેશ અને તેની ધોલાઈ, તાલીમ માટેનાં સાધનો, તાલીમ માટે ફાજલ પાડવામાં આવેલા લશ્કરી શિક્ષકો અને અધિકારીઓના પગાર, શાળા અને કોલેજના એન.સી.સી. ઑફિસરોનાં માનદ વેતન, તાલીમ છાવણી માટે ગાડીભાડું, ભોજન અને ઈતર વ્યવસ્થાનો ખર્ચ, એન.સી.સી.ની કચેરીઓનો ખર્ચ––આમ પ્રમાણમાં ઘણો મોટો ખર્ચ વિદ્યાર્થીઓને લશ્કરી તાલીમ આપવા પાછળ થાય છે. આમાંનો કેટલોક ખર્ચ રાજ્યની સરકારો ભોગવે છે અને કેટલોક ખર્ચ કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવે છે.
પરીક્ષાઓ એન.સી.સી.માં જોડાયેલા કેડેટોને અઠવાડિયામાં એક અથવા બે પરેડ ભરવાની હોય છે. લગભગ છ મહિનામાં તેમને લશ્કરી અભ્યાસક્રમ પૂરો કરવાનો હોય છે. તેમની પરેડ શાળા કે કૉલેજના અભ્યાસમાં અવરોધરૂપ ન બને એ રીતે સવારે કે સાંજ કે ગોઠવાતી હોય છે. તાલીમ લીધા પછી એક, બે કે ત્રણ વર્ષને અંતે તેઓ પરીક્ષાઓ આપે છે. એમાં જુનિયર ડિવિઝનમાં લેવાતી પરીક્ષા તે “એ' સર્ટિફિકેટના નામથી ઓળખાય છે. સિનિયર ડિવિઝનમાં લેવાતી પરીક્ષાઓ “બી” અને “સી” સર્ટિફિકેટના નામથી ઓળખાય છે. કેડેટોએ પસાર કરેલી પરીક્ષાઓના આધારે તેમને એન.સી.સી.ના
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org