________________
૧૩૦
સાંપ્રત સહચિંતન- ભાગ ૧૧ કૉલેજની છોકરીઓ માટે ગર્લ્સ ડિવિઝન (સિનિયર) શરૂ કરવામાં આવ્યું અને ૧૯૫૪માં શાળાની છોકરીઓ માટે ગર્લ્સ ડિવિઝન (જુનિયર) શરૂ કરવામાં આવ્યું. એન.સી.સી.નાં સિનિયર અને જુનિયર બંને ડિવિઝનોમાં લશ્કરી પદ્ધતિ પ્રમાણે મુખ્ય ત્રણ શાખાઓ (વિંગ) રાખવામાં આવી: (૧) આર્મી હિંગ, (૨) નેવલ વિંગ, (૩) ઍર વિંગ,
એન.સી.સી.માં ઑફિસરો તથા કેડેટોની પસંદગી બહુ જ કડક ધોરણે થતી હોય છે. એર વિંગમાં તો આરોગ્યની સામાન્ય યોગ્યતા ઉપરાંત જે વિદ્યાર્થીઓને ચશ્માં આવ્યાં ન હોય અને જેઓ પોતાનાં માતાપિતાના એકના એક દીકરા ન હોય અને જેઓ અમુક વયમર્યાદા વટાવી ચૂક્યા ન હોય તેઓને જ લેવામાં આવે છે. એમાં જોડાયેલા વિદ્યાર્થીઓને વિમાન ચલાવવાની, ગ્લાઇડિંગની તથા પેરેશૂટની તાલીમ આપવામાં આવે છે. એર વિંગની “સી” સર્ટિફિકેટની પરીક્ષા પસાર કરી હોય તેવા કેડેટોને ભારતીય હવાઈ દળમાં પસંદગી આપવામાં આવે છે. તેવા કેડેટોને પાઈલટ તરીકે વિમાન કંપનીઓમાં પણ પસંદગી અપાય છે.
એન.સી.સી.ની નેવલ વિંગમાં જોડાયેલા કંડટોને મુંબઇ, કોચીન, વિશાખાપટ્ટનમ વગેરે નૌકાદળનાં મથકોમાં લઇ જઇ નૌકાદળનાં જહાજોમાં ખાસ તાલીમ આપવામાં આવે છે.
આર્મી વિંગ, નેવલ વિંગ અને ઍર વિંગ ઉપરાંત કૉલેજના વિદ્યાર્થીઓ આર્ટિલરી બૅટરી, આર્મી સ્કવૉડન, સિગ્નલ યુનિટ, મેડિકલ યુનિટ, એન્જિનિયર્સ યુનિટ વગેરેમાં પણ યોગ્યતા પ્રમાણે જોડાઈ શકે છે. શાળા અને કોલેજની કન્યાઓને માટે પણ એન.સી.સી.માં જોડાવાની વ્યવસ્થા થતાં તેઓને આર્મી વિંગની કેટલીક તાલીમ ઉપરાંત રેડ ક્રોસ, મોર્સ કોડ વગેરેની તાલીમ પણ આપવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org