________________
એન.સી.સી. દ્વારા લશ્કરી તાલીમ
૧૨૯ એન.સી.સી.નું વ્યવસ્થાતંત્ર એન.સી.સી.ના તંત્રની બહુ વ્યવસ્થિત રીતે યોજના કરવામાં આવી છે. એન.સી.સી.નું ખાતું કેન્દ્ર સરકારના સંરક્ષણ ખાતા હેઠળ આવેલું છે. એન.સી.સી.ની વડી મુખ્ય કચેરી દિલ્હીમાં આવેલી છે. અને તેના વડા તે ડાઈરેક્ટર જનરલ કહેવાય છે. લગભગ દરેક રાજ્યમાં એન.સી.સી.ની એક મુખ્ય કચેરી--ડાઇરેક્ટોરેટ-- હોય છે અને તેના વડા ડાઇરેક્ટર કહેવાય છે. ભારતમાં હાલ સોળ ડાઈરેક્ટોરેટ છે. ડાઈરેક્ટર જનરલ તરીકે સૈન્યમાં મેજર જનરલનો અથવા હવાઈ કે નૌકાદળમાં સમકક્ષ દરજ્જો ધરાવતી હોય એવી વ્યક્તિની નિમણૂક થાય છે અને ડાઈરેક્ટર તરીકે, કેડેટોની સંખ્યા અનુસાર બ્રિગેડિયર, કર્નલ અથવા લેફ્ટનન્ટ કર્નલનો કે સમકક્ષ દરો ધરાવતી વ્યક્તિની નિમણૂક થાય છે. એન.સી.સી.ના પ્રથમ ડાઈરેક્ટર જનરલ તે મેજર જનરલ વીરેન્દ્રસિંહ હતા.
એન.સી.સી. ડાઈરેક્ટોરેટની હેઠળ કેટલાંક ગ્રુપ હોય છે. રાજ્યનાં મોટાં શહેરોમાં ગ્રુપની વડી કચેરી હોય છે અને એની હેઠળ જુદી જુદી શાખાનાં જુદાં જુદાં યુનિટો અથવા બેટેલિયનો હોય છે. દરેક યુનિટમાં નિશ્ચિત કરેલી સંખ્યામાં કંપની હોય છે. દરેક કંપનીમાં નિશ્ચિત સંખ્યામાં કેડેટોની ભરતી થાય છે. દરેક કંપની, પ્લેન કે ટુપ માટે નિશ્ચિત કરેલી કૉલેજ કે શાળાનાં વિદ્યાર્થી કે વિદ્યાર્થિનીની ભરતી થાય છે.
એન.સી.સી.માં શાખાઓ એન.સી.સી.ની જ્યારે શરૂઆત થઈ ત્યારે તેમાં મુખ્ય બે વિભાગ રાખવામાં આવ્યા હતા : (૧) સિનિયર ડિવિઝન, અને (૨) જુનિયર ડિવિઝન. શાળાના વિદ્યાર્થીઓ માટે જે એન.સી.સી. તે જુનિયર ડિવિઝન અને કૉલેજના વિદ્યાર્થીઓ માટે તે સિનિયર ડિવિઝન. ૧૯૫૦થી છોકરીઓને પણ લશ્કરી તાલીમ આપવાનું નક્કી થયું અને
Jain Education International
For Private & Personal Use Only
FO! '
www.jainelibrary.org