________________
૧૨૮
સાંપ્રત સહચિંતન – ભાગ ૧૧ ભારતના યુવાનોમાં અને યુવતીઓમાં ચારિત્ર, બંધુત્વની ભાવના, ખેલદિલી, સેવાનો આદર્શ અને નેતાગીરીની શક્તિ
વિકસાવવાં. (૨) યુવાનો અને યુવતીઓને લશકરી તાલીમ આપવી અને એ
દ્વારા રાષ્ટ્રના સંરક્ષણની બાબતમાં તેમને રસ લેતાં કરવાં. (૩) લશ્કરી તાલીમ પામેલાં શિસ્તબદ્ધ યુવાનો અને યુવતીઓનો
અનામત સમુદાય ઊભો કરવો કે જેથી રાષ્ટ્રની કટોકટીના સમયમાં લશ્કરનો ઝડપી વિસ્તાર કરતી વખતે તેઓ ઑફિસર તરીકે કામ લાગે. એન.સી.સી.નો મુદ્રાલેખ “એકતા અને અનુશાસન' એવો રાખવામાં આવ્યો છે. એન.સી.સી.ના કેડેટોમાં કર્તવ્ય (યુટી) અને શિસ્ત (ડિસિપ્લિન)ની ભાવનાનાં બીજ રોપવામાં આવે છે. તેમને સમજાવવામાં આવે છે કે “અંતરાત્મા દ્વારા પ્રાપ્ત થયેલ પરમાત્માના આદેશને અનુસરવું તે કર્તવ્ય. સાચી સત્તા ધરાવતી વ્યક્તિએ આપેલા હુકમનું પાલન કરવું તે શિસ્ત. બંનેના પાયામાં રહેલી ભાવના એ છે કે ઉચ્ચતર ધ્યેયને માટે અંગત સ્વાર્થનો ઇન્કાર કરવો. જ્યાં સુધી કર્તવ્યનો પાઠ જીવનમાં બરાબર ઊતરે નહીં ત્યાં સુધી શિસ્તના પાઠનું શિક્ષણ અધૂરું રહે છે.”
એન.સી.સી.ના કાયદા પ્રમાણે એમાં જોડાનાર વિદ્યાર્થીઓ માટે શાંતિ કે યુદ્ધના સમયમાં લશ્કરમાં જોડાવાનું ફરજિયાત નથી. આમ છતાં સરકાર ક્યારેક આંતરિક સલામતી કે વ્યવસ્થા માટે એન.સી.સી.ની સેવાનો ઉપયોગ કરી શકે છે. એટલા માટે એન.સી.સી.ને સંરક્ષણની ત્રીજી હરોળ તરીકે ઓળખાવવામાં આવે છે. પ્રાદેશિક સેના એ સંરક્ષણની બીજી હરોળ ગણાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org