________________
એન.સી.સી. દ્વારા કરી તાલીમ
૧૨૭ પંડિત હૃદયનાથ કુંઝરના અધ્યક્ષપદે એક તપાસપંચ નીમવામાં આવ્યું. એ તપાસપંચે તપાસ કરી પોતાના અહેવાલમાં મહત્ત્વની બે બાબતોનો નિર્દેશ ક્યે : (૧) યુ.ઓ.ટી.સી. દ્વારા અપાતી લશ્કરી તાલીમ માટે જે સાધન-સગવડ છે તે પૂરતાં અને સારાં નથી. પરિણામે તાલીમનું ધોરણ બહુ ઊંચુ જણાતું નથી. (૨) યુ.ઓ.ટી.સી.ના કેડેટોને તાલીમ આપવા માટે લશ્કરમાંથી જે શિક્ષકો, ઑફિસરો વગેરે ૧૯૩૯ પછીથી મોકલવામાં આવે છે, તે બીજા વિશ્વયુદ્ધ પહેલાં હતા તેવા, બહુ ઊંચી લાયકાતવાળા હોતા નથી. સરકાર જો ભારતના યુવાનોને સારી રીતે તાલીમ આપવા ઇચ્છતી હોય તો આ વ્યવસ્થાતંત્રની “નેશનલ કેડેટ કોર'ના નામથી નવેસરથી રચના કરવી જોઈએ અને તેને સારા શિક્ષકો અને પૂરાં સાધનો આપવાં જોઈએ..તપાસપંચે વળી એવી પણ ભલામણ કરી કે લશ્કરી તાલીમ યુવકો ઉપરાંત યુવતીઓને પણ આપવામાં આવે અને કોલેજના વિદ્યાર્થીઓ ઉપરાંત શાળાના વિદ્યાર્થીઓને પણ આપવામાં આવે.
તપાસપંચનો અહેવાલ આવ્યો, પણ ૧૯૪૭માં બ્રિટિશ સરકારે વિદાય લીધી. પરંતુ સ્વતંત્ર ભારતની સરકારે તપાસપંચનો અહેવાલ મંજૂર રાખ્યો અને તે અનુસાર ખાસ ધારો (એન.સી.સી. એક્ટ) ઘડી ૧૯૪૮ના એપ્રિલની ૧૬મી તારીખે પસાર કર્યો અને ખાસ ગેઝેટમાં તે છાપવામાં આવ્યો. આમ, ૧૯૪૮ના એપ્રિલની ૧૬મીએ એન.સી.સી.નો જન્મ થયો. એન.સી.સી. એ ભારતની મોટી અને ઉત્તમ યુવા-પ્રવૃત્તિ છે.
ઉદેશ અને મુદ્રાલેખ જ્યારે લોકસભામાં એન.સી.સી. વિશે ઘારો પસાર કરવામાં આવ્યો ત્યારે એન.સી.સી.ના ઉદ્દેશ અથવા ધ્યેય તરીકે નીચેની ક્લમો જાહેર કરવામાં આવી :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org