________________
૧૨૬
સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૧ નવા યુવાનોની એમાં ભરતી થાય છે. ભરતી થયેલા નવા યુવાનોને તાલીમ આપવાનું કાર્ય દરેક રાષ્ટ્રમાં સતત ચાલતું હોય છે. આવી તાલીમના યુદ્ધેતર લાભ પણ રાષ્ટ્રને સાંપડતા હોય છે.
યુ.ટી.સી. અને યુ.ઓ.ટી.સી. શાળા અને કૉલેજોનાં યુવક-યુવતીઓને તેમના અભ્યાસકાળ દરમ્યાન લશ્કરી તાલીમ આપવાની પ્રવૃત્તિ ઘણાં રાષ્ટ્રોમાં ચાલે છે. ભારતમાં આઝાદી મળી તે પહેલાં, બ્રિટિશ શાસન દરમ્યાન, ભારતીય વિદ્યાર્થીઓને લશ્કરી તાલીમ આપવા માટેની લોકોની માંગણીનો સ્વીકાર કરીને બ્રિટિશ સરકારે પ્રાદેશિક સેના (ટેરિટોરિયલ આર્મી)ના એક ભાગ તરીકે યુ.ટી.સી. (યુનિવર્સિટી ટ્રેનિંગ કોર)ની સ્થાપના ૧૯૨૫માં કરી હતી. એમાં ફક્ત કોલેજમાં અભ્યાસ કરતા યુવાનોને જ લેવામાં આવતા. કૉલેજના અધ્યાપકોને લશ્કરી તાલીમ આપી તેમની યુ.ટી.સી.ના ઑફિસર તરીકે નિમણૂંક કરવામાં આવતી. યુ.ટી.સી.નું સૌથી પહેલું યુનિટ મુંબઈ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે મુંબઇમાં સ્થપાયું. બીજું યુનિટ કલકત્તામાં અને ત્રીજું યુનિટ મદ્રાસમાં સ્થપાયું. એ જાણવા જેવી હકીકત છે કે આઝાદ હિંદ ફોજના સેનાપતિ નેતાજી સુભાષચંદ્ર બોઝે કલકત્તાની યુનિવર્સિટીના સેકન્ડ બેંગાલ બૅલિયનના કડટ તરીકે લશ્કરી તાલીમ લીધી હતી.
બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન ઑફિસરોની વધુ જરૂરિયાતને લક્ષમાં રાખીને બ્રિટિશ સરકારે બ્રિટનની યુનિવર્સિટીઓમાં અપાતી લશ્કરી તાલીમની વ્યવસ્થા અનુસાર ભારતમાં પણ તે પ્રમાણે કૉલેજોના યુવકોને લશ્કરી તાલીમ આપવા માટે યુ.ટી.સી.નું યુ.ઓ.ટી.સી. (યુનિવર્સિટી ઑફિસર્સ ટ્રેનિંગ કોર)માં રૂપાંતર કર્યું. અલબત્ત, આમ કરવા છતાં લશ્કરી તાલીમ લેવા માટે બ્રિટનમાં વિદ્યાર્થીઓમાં જેટલો ઉત્સાહ જણાતો તેટલો ઉત્સાહ ભારતમાં જણાતો નહોતો. આથી ભારતમાં યુનિવર્સિટીના ક્ષેત્રે અપાતી લશ્કરી તાલીમ અંગે ૧૯૪૬માં
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org