________________
એન.સી.સી. દ્વારા લશ્કરી તાલીમ
મુંબઈની દ્વારા સેંટ ઝેવિયર્સ કૉલેજમાં ગુજરાતી વિષયના અધ્યાપનકાર્યની સાથે વિદ્યાર્થીઓને લશ્કરી તાલીમ આપવાનું કાર્ય મેં ૧૯૫૧થી ૧૯૭૦ સુધી કર્યું હતું. એ માટે મેં પોતે ૧૯૫૧ના માર્ચ, એપ્રિલ અને મે એમ ત્રણ મહિના કર્ણાટકના બેલગામમાં ‘મરાઠા લાઇટ ઇન્ફન્ટ્રી'માં લશ્કરી તાલીમ લીધી હતી. ત્યારપછી પણ બેલગામ, દહેરાદૂન, કામટી વગેરે સ્થળે આવેલાં લશ્કરી કેન્દ્રોમાં ઉનાળાની રજામાં ફરીથી વિશેષ તાલીમ મેળવી હતી. સેકન્ડ લેફ્ટેનન્ટ, લેફ્ટેનન્ટ, કેપ્ટન અને છેલ્લે મેજર એમ મારી રેન્ક રહી હતી. બેરરથી બ્રિગેડિયર' નામના મારા પુસ્તકમાં મેં એન.સી.સી.ના કેટલાક અનુભવો લખ્યા છે. અહીં એન.સી.સી.નો પરિચય આપવામાં આવ્યો છે.
એન.સી.સી. એટલે નેશનલ કૅટેડ કોર (National Cadet corps)--રાષ્ટ્રીય વિદ્યાર્થીસેના.
કોઇપણ રાષ્ટ્રની ભૌગોલિક લાલસા જ્યારે વધે છે ત્યારે આરંભમાં પાડોશી રાષ્ટ્રો સાથે સંઘર્ષ શરૂ થાય છે. તે રાજ્યો નાનાં અને નબળાં હોય તો તેના પર આધિપત્ય મેળવવું સહેલું બને છે. આવા સંઘર્ષોમાંથી મોટાં યુદ્ધો સરજાય છે. યુદ્ધ એટલે શરીર અને શસ્ત્રની તાકાતની કસોટીનું ક્ષેત્ર. શારીરિક તાકાત એની સીમાએ પહોંચે છે યૌવનમાં. એટલા માટે સેના અને યુદ્ધ એ યુવાનોનું સક્રિય કાર્યક્ષેત્ર છે.
આક્રમક યુદ્ધ માટે, સંરક્ષણ માટે, આંતરિક સલામતી માટે, શાંતિ અને વ્યવસ્થા માટે દરેક રાષ્ટ્ર પાસે વિવિધ પ્રકારનો વ્યવસ્થિત રીતે કેળવાયેલો યુવાનવર્ગ હોય છે. ભિન્નભિન્ન પ્રકારની રાષ્ટ્રીય સેના, પ્રાદેશિક સેનાઓ, અનામત દળો, સરહદી ચોકિયાતો, પોલીસદળ, હોમગાર્ડઝ વગેરે પ્રકારનાં દળો તૈયાર રાખવામાં આવે છે. દુનિયામાં પ્રતિવર્ષ લાખો યુવાનો આવાં દળોમાંથી નિવૃત્ત થાય છે અને લાખો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org