________________
એન.સી.સી. દ્વારા લશ્કરી તાલીમ
૧૪૩ પડે છે. લશ્કરના દરેક સેક્શન પાસે ઓછામાં ઓછી એક મશીનગન હોય છે આ શસ્ત્રોમાં વખતોવખત નવાં નવાં મોડેલ દાખલ કરાતાં જાય છે.
રાઈફલ કે મશીનગનમાં ગોળી કેવી રીતે ભરવી, કેવી રીતે નિશાન તાકવું, કેવી રીતે ગોળી છોડવી, વાપર્યા પછી રાઈફલ કે મશીનગન કેવી રીતે સાફ કરવી, તેમાં કંઈ બગાડ કે રુકાવટ હોય તો તે કેવી રીતે દૂર કરવો વગેરેની તાલીમ સૈનિકોની જેમ ડિટોને પણ અપાય છે.
રાઈફલ અને મશીનગન ઉપરાંત નાનાં શસ્ત્રોમાં સ્ટેનગન, પિસ્તોલ વગેરે પણ હોય છે. એ શસ્ત્રોની કારગત મર્યાદા રાઈફલ કે મશીનગન જેટલી દૂરની હોતી નથી. પાંચ-પચીસ વારના અંતરમાં તે ધાર્યું નિશાન આપી શકે છે. તેની ગોળીનું માપ પણ જુદું હોય છે. તે સૈનિકોનું નહીં પણ ઑફિસરોનું શસ્ત્ર ગણાય છે.
એન.સી.સી.માં આ ઉપરાંત પસંદ કરાયેલા કેડેટો અને ઑફિસરોને ગ્રેનેડ એટલે કે હલકા નાના બોમ્બ ફોડવાની તાલીમ પણ અપાય છે. છોડ્યા પછી અમુક સેકંડે ફૂટનારા એ બૉમ્બ ખાસ પ્રકારની રાઈફલ વડે અથવા હાથ વડે ફેંકી શકાય છે. આ ઉપરાંત બે ઈચના નાના તોપગોળા અને બે માઈલ સુધી દૂર જનારા મોટા તોપગોળા ફોડવાની તાલીમ આર્ટિલરીમાં જોડનારા કેડેટોને આપવામાં આવે છે.
નકશા-વાચન નકશો એ સૈન્યનું એક મહત્ત્વનું સાધન છે. યુદ્ધના સમયમાં ક્યા સમયે કયા પ્રદેશમાં જવાનું આવશે તે નિશ્ચિત હોતું નથી. એટલે અજાણી ભૂમિમાં યૂહરચના કરવા માટે એ ભૂમિ આક્રમણની અને સંરક્ષણની દષ્ટિએ કેવી છે તે જાણવું જરૂરી છે. તે નકશાની મદદથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org