________________
૧૪૪
જાણી શકાય છે. એટલા માટે નકશો કેવી રીતે વાંચવો તેની તાલીમ સૈનિકોની જેમ કૅડેટોને આપવામાં આવે છે.
સાંપ્રત સહચિંતન – ભાગ ૧૧
-
નદી, નાળાં, પુલ, રેલવે, ડુંગરા, કાચા કે પાકા રસ્તાઓ, ગીચ ઝાડી, ખુલ્લાં મેદાનો, મકાનો, મંદિરો, મસ્જિદો વગેરે ક્યાં ક્યાં, કેટલા અંતરે આવેલાં છે અને તેનો વ્યૂહરચનાની દૃષ્ટિએ તથા ગુપ્ત માહિતી મેળવવાની દૃષ્ટિએ કેવો ઉપયોગ કરી શકાય એમ છે તેની સમજ સૈનિકોને હોવી જરૂરી છે. એક સ્થળેથી બીજા નિશ્ચિત કરેલા સ્થળે પહોંચવા માટે પણ નકશાની મદદ જરૂરી નીવડે છે. અંધારી રાતે પણ નકશો અને મેગ્નેટિક કંપાસની મદદ વડે અંતર અને દિશાનો અભ્યાસ કરી એક સ્થળેથી બીજા નિશ્ચિત સ્થળે પકડાયા વગર પહોંચવાની ‘નાઇટ માર્ચ’ની તાલીમ પણ આપવામાં આવે છે. સૈન્યની રચના
બીજા કોઇ પણ વ્યવસ્થાતંત્ર કરતાં સૈન્યની રચના નિશ્ચિત, વ્યવસ્થિત અને પાકા પાયા ઉપર કરવાની અનિવાર્યતા હોય છે, કારણ કે તેમાં જો શિથિલતા, અનિશ્ચિતતા કે ગેરવ્યવસ્થા હોય તો યુદ્ધના કે કટોકટીના પ્રસંગે તે સફળ નીવડી શકે નહીં. આ વ્યવસ્થામાં નાનામાં નાનું એકમ તે સેક્શન ગણાય છે. એક સેક્શનમાં જેમને જુદી જુદી ફરજ સોંપવામાં આવી હોય તેવા દસ અથવા અગિયાર સૈનિકો હોય છે. એમાં એક સેક્શન કમાન્ડર હોય છે. ત્રણ સેક્શન મળીને એક પ્લેન થાય છે. ત્રણ પ્લેન મળીને એક કંપની થાય છે. ત્રણ અથવા ચાર કંપની મળીને એક બૅટેલિયન થાય છે. ત્રણ બૅટેલિયન મળીને એક બ્રિગેડ થાય છે અને ત્રણ બ્રિગેડ મળીને એક ડિવિઝન થાય છે. ડિવિઝન એ મોટામાં મોટું એકમ છે. આ વ્યવસ્થામાં સેક્શનથી ડિવિઝન સુધી દરેક તબક્કે હેડ ક્વાર્ટર્સ તથા બીજા કેટલાક વિભાગો અને એના સૈનિકો પણ ઉમેરાતા હોય છે. એ રીતે બૅટેલિયન, બ્રિગેડ કે ડિવિઝનની સંખ્યા દરેક દેશની જુદી જુદી હોય છે. કોઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org