________________
એન.સી.સી. દ્વારા લશ્કરી તાલીમ
૧૪૫ પણ દેશમાં પણ તે સંખ્યા સમયે સમયે બદલાયા કરતી હોય છે. પોતાની પાસે કેટલી સૈન્ય-સંખ્યા છે તે દરેક દેશ ગુપ્ત રાખવાનો પ્રયત્ન કરે છે. સૈન્યના અમુક નીચા હોદાવાળા પોતાના ઑફિસરોને સુદ્ધાં એ માહિતી આપવામાં આવતી નથી. આમ છતાં કોઈપણ દેશ પાસે કેટલાં ડિવિઝનો છે તે જાણવા અને તેને આધારે તે દેશની અંદાજે સૈન્યસંખ્યાની માહિતી મેળવવા માટે બીજા દેશની ગુપ્તચર સંસ્થાઓ પ્રયત્ન કરતી હોય છે. દરેક દેશ પાસે પાયદળ, હવાઈદળ અને નૌકાદળ હોય છે અને તેની જુદી જુદી શાખાઓના જુદા જુદા એકમોની હેરફેર તથા સ્થળાંતર સતત ચાલ્યાં જ કરતાં હોય છે જેથી પોતાના દેશની ભૌગોલિક પરિસ્થિતિથી સૈનિકો માહિતગાર રહ્યા કરે, સૈનિકોમાં સતત તાજગી રહ્યા કરે અને પોતાના સૈન્યની દેશમાં અને દેશ બહાર ગુપ્તતા કેટલી સચવાય છે તેનો તાગ પણ મળી રહે. વળી સતત સ્થળાંતરને કારણે સૈનિકોમાં કોઈ એક જ અનુકૂળ અને આરામદાયક પ્રદેશમાં વધુ વખત રહેવાની મમતા પણ ન બંધાય.
ભારતીય પાયદળના બૅટેલિયનની રચના જરૂરિયાત પ્રમાણે જુદા જુદા ઘોરણે કરવામાં આવે છે. જેમ કે ટૅન્ક બ્રિગેડના એક ભાગ તરીકે તે હોય અથવા યુદ્ધમાં વિજય મેળવેલા પ્રદેશનો કબજો મેળવવા માટે હોય અથવા યુદ્ધમાં સંરક્ષણની હરોળ ઊભી કરવા માટે પણ હોય. આમ છતાં સામાન્ય રીતે પાયદળમાં ઑફિસરો, જુનિયર કમિશન્ડ ઑફિસરો (સૂબેદાર જમાદાર વગેરે) અને બીજા વધુ ઑફિસરો સહિત લગભગ સાડા આસોની સંખ્યા ચાલુ બેટેલિયનની ગણાય છે. એમાં વખતોવખત ફેરફાર થતા રહે છે. બૅટલિયનમાં કમાન્ડિંગ ઓફિસર, સેકન્ડ ઇન કમાન્ડ, જ્યુટર, ઈન્ટલિજન્સ ઑફિસર વગેરે હેડ ક્વાર્ટર્સના સભ્યો ઉપરાંત બીજા કેટલાક વિભાગો હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org