________________
૧૪૬
સાંપ્રત સહચિંતન - ભાગ ૧૧ એન.સી.સી. બૅટલિયનના બૅટલિયન કમાન્ડર તરીકે લશ્કરના ઑફિસરની નિમણૂક થાય છે. શાળા અને કોલેજના અધ્યાપકો સેકન્ડ ઈન કમાન્ડ, ઍજ્યુટન્ટ, ક્વાર્ટર માસ્ટર, કંપની કમાન્ડર કે પ્લેન કમાન્ડર તરીકે હોય છે. કેટલીક વાર સિનિયર અન્ડર ઓફિસરને પણ પ્લેટુન કમાન્ડરનો હોદ્દો અપાય છે. એન.સી.સી. બેટેલિયનની સંખ્યા એની પાસે કેટલી કંપની છે તેના ઉપર આધાર રાખે છે તથા તે કયા પ્રકારની બેટેલિયન છે તેના ઉપર પણ આધાર રાખે છે.
વ્યુહાત્મક ગતિવિધિના પ્રકારો યુદ્ધભૂમિમાં સૈનિકો એક સ્થળેથી બીજે સ્થળે જતા હોય ત્યારે તેઓ ટોળાની જેમ જતા નથી. તેમની ગતિવિધિ હંમેશાં વ્યવસ્થિત અને યૂહાત્મક હોય છે. નદી, નાળાં, પુલ, ખુધ્ધાં ખેતરો, ડુંગરો, રસ્તાઓ વગેરે લક્ષમાં રાખીને એકબીજાનો સંપર્ક રહે તથા ઉપરીનો હુકમ પણ સંભળાય કે સમજાય તે રીતે તેઓ ગતિ કરતા હોય છે. એમાં તેઓને જે જુદા જુદા પ્રકારની ભૂuત્મક પદ્ધતિએ ચાલવાની તાલીમ આપવામાં આવે છે તેને સેક્શન ફૉર્મેશન કહેવામાં આવે છે. કોઈ વાર એકની પાછળ એક અથવા બેની પાછળ બે અથવા કોઈ વાર હારબંધ અથવા બાણ કે ભાલાના આકારે કે ચોકના આકારે વ્યવસ્થિત અંતરે ગોઠવાઈને નિશ્ચિત ક્રમે આગળ વધવાનું હોય છે જેથી આગળપાછળ ચાલવામાં ગેરસમજ કે ગોટાળો થવાનો સંભવ ન રહે. સ્થળ, સમય અને જરૂરિયાત અનુસાર એક ક્રમમાંથી આગળ બીજા ક્રમમાં ત્વરિત રૂપાંતરિત થઈ ને આગળ જવાની તાલીમ પણ. તેઓને આપવામાં આવે છે. જેવી રીતે “સેક્શન ફોર્મેશન' હોય છે તવી રીતે પ્લેન ફૉર્મશન”, “કંપની ફૉર્મેશન' વગેરેની ગતિવિધિ કરવાની પદ્ધતિ પણ શીખવવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org