________________
એન.સી.સી. દ્વારા લશ્કરી તાલીમ
૧૪૭ રંગાકૃતિ વડે રક્ષણ (äમોફલાજ) રણભૂમિ ઉપર ભૂમિની ભૌગોલિક રચનાનો વિચાર યુદ્ધની દષ્ટિએ જેમ અગત્યનો છે તેમ યુદ્ધકલામાં રંગાકૃતિ વડે રક્ષણ (કંમોફલાજ)ની તાલીમ પણ મહત્ત્વની ગણાય છે. પોતાના રક્ષણને માટે કુદરતે કેટલાંક પશુપક્ષીઓને એવા આકાર અને રંગ આપ્યા હોય છે કે જેથી તે પોતાની જાતને જલદી આસપાસની વસ્તુઓ વચ્ચે ભેળવી કે સંતાડી દઈ શકે છે. એથી તેને શોધવાનું અઘરું થઈ પડે છે. સાપનો રંગ માટીના રંગ જેવો અથવા વૃક્ષની ડાળી કે પાંદડાંના રંગ જેવો હોય છે. પતંગિયું, તીતીઘોડો વગેર કેટલાંક નાનાં પ્રાણીઓના રંગ અને આકાર લીલાં પાંદડાં જેવા અથવા લીલા કે સૂકા ઘાસ જેવા હોય છે અને ભય આવી પડે ત્યારે તેની મદદથી તેઓ એવી રીતે સ્થિર થઈ જાય છે કે જેથી જોનારને તે તરત નજરે ન આવે. આવી રીતે દુમનો પોતાને તરત જોઈ ન જાય તે માટે સૈનિકોને કૅમોકલાજની તાલીમ આપવામાં આવે છે. યુદ્ધ ભૂમિમાં ક્યાંક ટેન્ક ઊભેલી હોય અથવા સૈનિકોની છાવણી હોય તો ટૅન્ક અને તંબૂઓ ઉપર ઘાસ અને પાંદડાં એવી રીતે પાથરવામાં આવ્યાં હોય છે કે જેથી દુશમનોને દૂરથી અથવા વિમાનમાંથી તે સ્પષ્ટ દેખાય નહીં. જૂના વખતમાં સૈનિકોને લાલ રંગનો પોશાક આપવામાં આવતો હતો, પરંતુ તેને લીધે તે સૈનિકોને ઘણે દૂરથી પણ દુશ્મનો જોઈ શકતા અને દુશ્મનોની ગોળીનું નિશાન તે તરત બની જતા. એવા કેટલાક અનુભવો પછી યુદ્ધમાં સૈનિકોને માટે જમીનનાં રંગ પ્રમાણે અને આસપાસની વનસ્પતિના રંગ પ્રમાણે ખાખી કે લીલા રંગના ગણવેશ આપવાનું ચાલુ થયું.
ગણવેશના રંગ ઉપરાંત પોતે જલદી દેખાઈ ન જાય એ માટે સૈનિકોને પોતાના ટોપામાં અને કપડાંમાં ઘાસ, પાંદડાં વગેરે ભરાવવાનું જરૂરી છે. પોતાના બૂટ કે પટ્ટાનાં બકલ ચમકે નહીં તે માટે તેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org