________________
૧૪૮
-
-
-
-
-
સાંપ્રત સહચિંતન – ભાગ ૧૧ ઝાંખાં કરી નાંખવાં જોઈએ. પોતાની આકૃતિની રેખાઓ પરખાઈ ન જાય તે માટે તે રેખાઓને બદલી નાખવી જોઈએ. પોતાની આસપાસની વસ્તુઓ અને વાતાવરણ પ્રમાણે કેમોફલાજ કરીને ગતિ કરવી જોઈએ. જેમ કે સૈનિકે પોતાના ટોપા અને શરીર પર ઘાસપાંદડાં ભરાવ્યાં હોય તો ખેતરની વાડે વાડે પસાર થાય તો તે પરખાય નહીં, પરંતુ કોઈ તરત ખેડેલા મોટા ખેતરની માટીમાં વચ્ચેથી પસાર થાય તો તે તરત દેખાઈ આવે.
કૅમોફલાજનો ઉપયોગ દુશ્મનની નજીક જતી વખતે પોતે પરખાઈ ન જાય તે માટે પણ થાય છે. એવી રીતે કૅમોકલાજના લાભથી દુશ્મનની વધુ પાસે જઇને અચાનક તેના ઉપર છાપો મારી શકાય છે. આ ઉપરાંત પોતાને સંતાવા માટે કોઈ મોટી આડશ ન મળે તો તે વખતે પણ કૅમોકલાજનો ઉપયોગ કામ લાગે છે. કૅમોકલાજ કરનારી વ્યક્તિએ આકાર, સપાટી, છાંયડો, ચમકતી વસ્તુઓ, પચ્છાયો, અંતર, ગતિ વગેરેને લક્ષમાં રાખવાની જરૂર છે. ખુલ્લા મેદાનમાં, પાણીની સપાટી પર અને આકાશરેખાની પશ્ચાભૂમિ આગળ ઊભેલી વ્યક્તિઓ ઘણે દૂરથી પણ દેખાઈ જાય છે. સૈનિકોએ તેવે વખતે વાંકા વળીને કે સૂઈને પેટે ચાલીને તેટલું અંતર કાપવું જોઈએ.
ગોળીબારની શિસ્ત યુદ્ધભૂમિ ઉપર સૈનિકને ખોરાક અને પાણીની જેટલી અગત્ય છે કદાચ તેથી વધુ અગત્ય ગોળીની છે, દારૂગોળાની છે. દારૂગોળા વગરનું સૈન્ય ઝાઝો સમય યુદ્ધભૂમિ પર ટકી શકતું નથી. આક્રમણ કે સ્વરક્ષણને માટે તેની પાસે શસ્ત્ર-સરંજામનો પુરવઠો સતત ચાલુ રહેવો જોઈએ. એટલા માટે શસ્ત્રસરંજામનો ઉપયોગ ચીવટપૂર્વક અને કરક્સરથી કરવાની સૈનિકોને પહેલેથી જ પુષ્કળ તાલીમ આપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org