________________
૧૫૪
સાંપ્રત સહચિંતન – ભાગ ૧૧ સ્વામી. તદુપરાંત હાલ મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા સીમંધરાદિ વીસ વિહરમાન તીર્થકરો પણ છે. ગત ચોવીસી અને અનાગત ચોવીસીના તીર્થંકરોનાં નામ પણ ઉપલબ્ધ છે અને એમની ભક્તિ માટે પણ સ્તવનોની રચના થાય છે.
બધા તીર્થંકરો સ્વરૂપની દષ્ટિએ એક સરખા છે. એમની ભક્તિનું રહસ્ય ઘણું ઊંડું છે. દેવદેવીઓની-યંક્ષયક્ષિણીઓની ભક્તિ ભૌતિક, ઐહિક સુખની અપેક્ષાથી થઈ શકે છે. જિનેશ્વર ભગવાનની ભક્તિ એક માત્ર મોક્ષની અભિલાષાથી કરવાની હોય છે. એ ભક્તિ દ્રવ્યપૂજા અને ભાવપૂજા એમ ઉભય પ્રકારે થાય છે. દ્રવ્યપૂજામાંથી ભાવપૂજા પ્રતિ જવાનું હોય છે. બધા ભક્તોની કક્ષા એકસરખી ન હોય અને એક જ ભક્તની ભાવોર્મિ પણ પ્રત્યેક પ્રસંગે એકસરખી ન હોય. એટલે ભક્તિમાં વૈવિધ્ય રહેવાનું અને ભક્તિ-સાહિત્યમાં પણ વૈવિદ્ય રહેવાનું.
મધ્યકાલીન જૈન પરંપરાનું અવલોકન કરીએ તો કેટલા બધા કવિઓએ પોતાની પ્રભુભક્તિને અભિવ્યક્ત કરી, પદ્યદેહ આપી સ્તવનોની રચના કરી છે ! વિક્રમના પંદરમા શતકથી અઢારમા અને ઓગણીસમા શતક સુધીમાં વિનયપ્રવિજયજી, લાવણ્યસમયજી, સમયસુંદરજી, ભાવવિજયજી, જિનહર્ષજી, જિનરત્નજી, વિનયવિજયજી, આનંદઘનજી, યશોવિજયજી, માનવિજયજી, નયવિજયજી, મેઘવિજયજી, પદ્મવિજયજી, ભાણવિજયજી, રામવિજયજી, જ્ઞાનવિમલજી, લમીસાગરજી, મોહનવિજયજી, ઉદયરત્નજી, જિનવિજયજી, દેવચંદ્રજી, દાનવિજયજી, દીપવિજયજી, પ્રમોદવિજયજી, પાર્શ્વચન્દ્રજી વગેરે ૬૦ થી અધિક સાધુકવિઓએ
સ્તવનચોવીસીની રચના કરી છે જે પ્રકાશિત થઈ ગયેલી છે. હજુ ઘણી સ્તવનચોવીસીઓ અપ્રકાશિત છે. ચોવીસી એટલે પ્રત્યેક તીર્થકર માટે એક સ્તવન, એ રીતે ચોવીસે તીર્થકર માટે ચોવીસ સ્તવનની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org