________________
મધ્યકાલીન ધર્મવિષયક જૈન પદ્યપરંપરા
૧૫૩
અને છે તેટલા પશ્ચિમ ભારતમાં, ગુજરાત-રાજસ્થાનમાં નહોતા અને નથી. શ્વેતામ્બરોમાં તેરાપંથી સંપ્રદાયનો ઉદ્દભવ અને વિકાસ છેલ્લા લગભગ અઢી સૈકા જેટલો છે, જ્યારે સ્થાનકવાસી સંપ્રદાયનો આશરે સાડાચાર સૈકા જેટલો છે. એટલે તેમાથી અઢારમા સૈકા સુધીના ગુજરાતી સાહિત્યમાં મુખ્ય કાર્ય શ્વેતામ્બર મૂર્તિપૂજક સંપ્રદાયનું રહે એ સ્વાભાવિક છે.
મધ્યકાલીન જૈન ગૂર્જર કવિઓએ રાસ, પ્રબંધ, રૂપક, ચરિત, ફાગુ, બારમાસી, વિવાહલુ, સ્તવન, થોય, છંદ, સઝાય, ગહેલી, આરતી, પૂજા, દૂહા, આધ્યાત્મિક પદો વગેરે અનેકવિધ પ્રકારની રચના કરી છે, જેમાંથી ઘણી બધી હજુ અપ્રકાશિત છે. આ અનેકવિધ સાહિત્યમાંથી અહીં આપણે ફક્ત પ્રભુભક્તિ વિશેની પદ્યરચનાઓનું કેટલાક નમૂના સાથે, સંક્ષેપમાં અવલોકન કરીશું.
જૈન ભક્તિસાહિત્યમાં પ્રભુભક્તિ, ગુરુભક્તિ, દેવદેવીઓની ભક્તિ, ઈત્યાદિ વિષયની રચનાઓ સાંપડે છે. એમાંથી માત્ર પ્રભુ ભક્તિનો વિષય આપણે લઇશું.
પ્રભુભક્તિ માટે સ્તવન, થોય, મોટી પૂજા ઇત્યાદિ પ્રકારની રચનાઓ થયેલી છે. પ્રભુભક્તિ એટલે તીર્થંકર પરમાત્માની ભક્તિ. “તીર્થંકર' શબ્દ જૈનોમાં વિશિષ્ટ અર્થમાં પ્રયોજ્યો છે. તારે તે તીર્થ અને તીર્થ પ્રવર્તાવે તે તીર્થકર એવી એક વ્યાપક વ્યાખ્યા આપવામાં આવે છે. તીર્થકર માટે “અરિહંત', “અહ”, “જિનેશ્વર” જેવા શબ્દો પણ પ્રયોજાય છે અને પ્રભુ, ભગવાન, પરમાત્મા, પરમેશ્વર જેવા રૂઢ શબ્દો પણ પ્રયોજાય છે. જેમણે પોતાના તીર્થકર નામકર્મના ઉદયથી જેઓએ તીર્થ પ્રવર્તાવ્યું છે એવા ચરમશરીરી અરિહંત પરમાત્માની ભક્તિ જીવને મુક્તિ તરફ લઈ જાય છે.
કાળગણના પ્રમાણે વર્તમાન અવસર્પિણીમાં ચોવીસ તીર્થંકરો થઈ ગયા. એમાં પહેલા તે ભગવાન ઋષભદેવ અને છેલ્લા તે મહાવીર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org