________________
મધ્યકાલીન ધર્મવિષયક જૈન પપરંપરા
ભારતીય સાંસ્કૃતિક પરંપરાને હજારો વર્ષથી જીવંત રાખનારા પરિબળોમાં એક મોટામાં મોટું પરિબળ ધર્મતત્ત્વ છે. જીવ, જગત અને જગદીશ્વરની એની મીમાંસાએ અને તદનુરૂપ ધર્મકરણીએ મનુષ્યજીવનના પોષણ-સંવર્ધનનું મહત્ત્વનું કાર્ય કર્યું છે અને પોતપોતાના કાળમાં વર્તમાન વિષમ પરિસ્થિતિ સામે ટકી રહેવાનું એને બળ આપ્યા કર્યું છે. જીવનનાં અન્ય ક્ષેત્રોની જેમ ધર્મના ક્ષેત્રે પણ, વિશેષતઃ એની આચારપરંપરામાં, બદલાતા જતા કાળસંદર્ભમાં કેટકેટલી વિસંવાદી કે વિઘાતક વસ્તુઓ ખરી પડી છે, તો કેટકેટલી અભિનવ અને અભિજાત વસ્તુઓ ઉમેરાઇ છે. જીવન સતત પરિવર્તનશીલ છે એની એ સાક્ષી પૂરે છે.
ભારતીય સાંસ્કૃતિક ઇતિહાસમાં બ્રાહ્મણ પરંપરા અને શ્રમણ પરંપરાનું અને શ્રમણ પરંપરામાં જૈન પરંપરા અને બૌદ્ધ પરંપરાનું યોગદાન મહત્ત્વનું છે. શિલ્પસ્થાપત્ય, ચિત્રકલા, તત્ત્વજ્ઞાન, વિવિધ વિદ્યાઓ, સાહિત્ય ઇત્યાદિ વિષયોમાં ભારતનો સાંસ્કૃતિક વારસો મૂલ્યવાન છે. સાહિત્યના ક્ષેત્રે કૃતિઓના લેખન અને જાળવણીની બાબતમાં જૈન જ્ઞાનભંડારોની સેવા અત્યંત નોંધપાત્ર છે. એટલે જ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં, જ્ઞાનભંડારોની સાચવણીને કારણે મોટો હિસ્સો જૈન કવિઓનો રહ્યો છે.
મધ્યકાલીન ધર્મવિષયક જૈન ગુજરાતી પદ્યપરંપરામાં શ્વેતામ્બર મૂર્તિપૂજક સાધુકવિઓનું અર્પણ અદ્વિતીય છે. જૈનોના મુખ્ય બે વિભાગ છેઃ શ્વેતામ્બર અને દિગંબર. શ્વેતામ્બરોમાં મુખ્ય ત્રણ સંપ્રદાય છેઃ ૧. મૂર્તિપૂજક ૨. સ્થાનકવાસી અને ૩. તેરાપંથી.
કોઇ સાંપ્રદાયિક સંકુચિતતાની દૃષ્ટિથી નહિ પણ તટસ્થ ઐતિહાસિક દષ્ટિએ આ વર્ગીકરણ નિહાળીશું તો પરિસ્થિતિ બરાબર સમજાશે. દિગંબરો જેટલા ઉત્તર ભારતમાં અને દક્ષિણ ભારતમાં હતા અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org