________________
એન.સી.સી. દ્વારા લશ્કરી તાલીમ
૧૫૧ સુધી સાઈકલ ચલાવવાની, રેડ ક્રોસ સોસાયટીની, ટ્રાફિક કન્ટ્રોલની વગેરે તાલીમ પણ અપાય છે. એન.સી.સી.માં એ રીતે પાયાની લશ્કરી તાલીમ ઉપરાંત અનુકૂળતા અને અવકાશ પ્રમાણે વિદ્યાર્થીઓને હોશિયાર, ખડતલ અને નીડર બનાવે એવી જુદા જુદા પ્રકારની તાલીમ વખતોવખત ઉમેરાય છે.
એન.સી.સી.માં વિદ્યાર્થીઓએ, અલબત્ત, તાલીમ લેવા માટે સમય પુષ્કળ આપવો પડે છે, પરંતુ તેના બદલામાં તેમનામાં જીવનભર કામ લાગે એવા ઉત્તમ ગુણો ખીલે છે અને કેળવાય છે. સાવ સામાન્ય હોય એવા વિદ્યાર્થીઓ બે કે ચાર વર્ષની એન.સી.સી.ની તાલીમ પછી બહુ તેજસ્વી બન્યા હોય એવા અનેક દાખલા એન.સી.સી.ના ઑફિસર તરીકેના વીસ વર્ષના મારા અનુભવમાં મને જોવા મળ્યા
નિયમિતતા, ચપળતા, સહનશીલતા, નીડરતા, સાહસિકતા, ફરજ માટેની તત્પરતા, આજ્ઞાંકિતતા, તેજસ્વિતા, સેવા, બંધુત્વ, રાષ્ટ્રપ્રેમ, બલિદાનની ભાવના ઈત્યાદિના પાઠો જેના દ્વારા શીખવા મળે છે એવી પાયાની લશ્કરી તાલીમ મેળવવા માટે એન.સી. સી.માં જોડાવાની તક વિદ્યાર્થીઓએ ચૂકવા જેવી નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org