________________
૧૫૦
સાંપ્રત સહચિંતન – ભાગ ૧૧ આથી હાથ અથવા રાઈફલ વગેરે શસ્ત્રના હલનચલન દ્વારા સંદેશાઓ અપાય છે. “ઊભા રહો”, “આગળ વધો', “જમણી બાજુ વળો', ડાબી બાજુ વળો', “પાછા વળો', “ધીમે ચાલો', “દોડો', “મારી પાછળ આવો', “બધા એકત્ર થાઓ', “દુશ્મનો દેખાઈ ગયા છે', દુશ્મનોએ આપણને જોઈ લીધા છે' ઈત્યાદિ સંદેશાઓ સૈનિકો એકબીજાને પોતાના હાથ કે શસ્ત્રના નિશ્ચિત કરેલા ઈશારા વડે પહોંચાડતા હોય છે. એ માટે તેઓને વારંવાર તાલીમ આપવામાં આવે છે.
પ્રાથમિક સારવાર સૈન્યને યુદ્ધ સાથે સંબંધ છે. યુદ્ધ શરૂ થતાં જ સંખ્યાબંધ સૈનિકો ઘાયલ થાય છે અને કેટલાક મૃત્યુ પામે છે. ઘાયલ થયેલા સૈનિકોને જો તાત્કાલિક તબીબી સારવાર ન મળે તો એનું દર્દ વધી જાય અને કદાચ મૃત્યુ પણ પામે. વળી ઘાયલ સૈનિકોને સમયસર ખસેડી લેવામાં ન આવે તો એમના દ્વારા સૈન્યની ગુપ્ત માહિતી પ્રગટ થઈ જવાનો પણ ભય રહે. આથી પ્રત્યેક સૈનિકને પ્રાથમિક તબીબી સારવાર (ફર્સ્ટ એઈડ)ની અને સૈનિકોને વ્યવસ્થિત રીતે ખસેડવાની તાલીમ આપવામાં આવે છે. સૈન્યના કોઈપણ દળોનો, કોઈ પણ દરાનો સૈનિક પ્રાથમિક તબીબી સારવાર વિષે જાણતો જ હોવો જોઈએ. પ્રાથમિક સારવાર ઉપરાંત સૈનિકોને સ્વચ્છતા અને આરોગ્ય જાળવવા વિશે પણ શિક્ષણ અને તાલીમ આપવામાં આવે છે.
સૈનિકોની જેમ એન.સી.સી.ના કેડેટોને પણ પ્રાથમિક તબીબી સારવાર, સંદેશાલેખન, નાગરિક સંરક્ષણ, અગ્નિશમન, બૅયોનેટ વડે લડાઈ વગેરે વિષયો લશ્કરી પદ્ધતિએ શીખવવામાં આવે છે.
કેટલાંક યુનિટોમાં ઘોડેસવારીની, ધનુષ-બાણની, બરફમાં સ્કીઈંગ કરવાની, વિમાનમાંથી પેરેશૂટ સાથે છલંગ લગાવવાની, લાંબા અંતર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org