________________
૧૫૫
મધ્યકાલીન ધર્મવિષયક જૈન પદ્યપરંપરા રચના તે સ્તવનચોવીસી. આ ઉપરાંત સીમંધરાદિ વીસ વિહરમાન તીર્થકર માટેની વીસ રચના તે “વિહરમાનવીસી'. આ ઉપરાંત સંખ્યાબંધ કવિઓએ છૂટક સ્તવનોની રચના કરી છે. તદુપરાંત વિવિધ તીર્થોને અનુલક્ષીને સ્તવનોની રચના પણ થઈ છે.
ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ એક નહિ પણ ત્રણ ચોવીસીની રચના કરી છે, જે કવિ તરીકેના એમના સામર્થ્યની પ્રતીતિ કરાવે
છે.
જૈનોમાં આ સ્તવનો ઉપરાંત મોટી પૂજાઓ પણ ગવાય-ભણાવાય છે. સ્નાત્રપૂજા, પંચ કલ્યાણકની પૂજા, અષ્ટપ્રકારી પૂજા, સત્તરભેદી પૂજા, ચોસઠ પ્રકારી પૂજા, નવાણુ પ્રકારી પૂજા, વીસ સ્થાનક તપ પૂજા, નવપદ પૂજા, પંચ જ્ઞાનની પૂજા, પિસ્તાલીસ આગમની પૂજા, બાર વ્રતની પૂજા વગેરે વિવિધ પ્રકારની પૂજાઓ વીરવિજયજી, રૂપવિજયજી, દીપવિજયજી, જ્ઞાનવિમલજી, સકલચંદ્રજી, ક્ષમાલાભજી, યશોવિજયજી, પદ્મવિજયજી, બુદ્ધિસાગરજી, આત્મારામજી વગેરેએ કરી છે, જેમાં તે તે વિષયનો મહિમા વિવિધ ઢાળમાં, દષ્ટાન્તો કે વૃત્તાન્તો સાથે દર્શાવાયો છે. આ બધી પૂજાઓમાં શ્રી વીરવિજયજી મહારાજની પૂજાઓ અત્યંત લોકપ્રિય બની ગઈ છે અને એના ગાવા-ભણાવવાનું સાતત્ય આજ પર્યત અખંડ રહ્યું છે. એમની પૂજાની ઢાળો સૌ કોઈને ગાવી ગમે એવી સંગીતમય, સરળતાથી કંઠસ્થ થઈ શકે એવી, પ્રેરક, ઉત્સાહક, બોધક અને શાસ્ત્રીય આધારવાળી છે.
મધ્યકાળમાં જૈન સાધુકવિઓએ બધું મળીને ત્રણ હજારથી વધુ સ્તવનો લખ્યાં છે. સ્વરૂપની દષ્ટિએ કે ગુણલક્ષણોની દષ્ટિએ જોઈએ તો બધા તીર્થંકરો સરખા જ છે. જૈન મંદિરોમાં જિનેશ્વર ભગવાનની પ્રતિમાઓ એકસરખી જ હોય છે. નીચે એમનું લાંછન જોઈએ તો ખબર પડે કે તે કયા ભગવાનની પ્રતિમા છે. વળી પ્રભુભક્તિના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org