________________
૧૫૬
સાંપ્રત સહચિંતન – ભાગ ૧૧ સિદ્ધાન્તની દષ્ટિએ જોઇએ તો કોઈપણ એક જિનેશ્વર ભગવાનની સ્તુતિમાં બધા જ ભગવાનની સ્તુતિ આવી જાય છે. હરિભદ્રસૂરિએ કહ્યું છે :
जे एगं पूईया ते सव्वे पूईया हुँति ।
એકની પૂજામાં બધાની પૂજા આવી જાય છે. આથી જ શાન્તિનાથ ભગવાનના મંદિરમાં ઋષભદેવ ભગવાનનું સ્તવન ગાઈ શકાય છે અને પાર્શ્વનાથ ભગવાનના મંદિરમાં વિમલનાથ કે અન્ય કોઈ તીર્થકર ભગવાનનું સ્તવન પણ લલકારી શકાય છે. હવે પ્રશ્ન એ થાય છે કે જો સ્વરૂપની દષ્ટિએ આ એત્વ હોય તો ચોવીસ સ્તવનોમાં કવિ કેવી રીતે વૈવિધ્ય આણી શકે? પરંતુ એમાં જ કવિની કવિત્વશક્તિની કસોટી છે. આપણે જોઈ શકીએ છીએ કે આટલી બધી ચોવીસી લખાઈ છે પણ કોઈપણ કવિની સ્તવનરચનામાં પુનરુક્તિનો દોષ એકંદરે જોવા મળતો નથી. ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ તો ત્રણ ચોવીસી અને અન્ય કેટલાંક સ્તવનો લખ્યાં છે. અને છતાં એમાં પુનરુક્તિનો દોષ જોવા મળતો નથી. એ કવિપ્રતિભાનું લક્ષણ છે. વળી ભક્તિનો વિષય એવો છે કે જેમાં અંગત ઊર્મિઓની અભિવ્યક્તિ થાય છે. ઊર્મિકાવ્યના પ્રકારમાં અપાર વૈવિઘને અવકાશ છે. આ ઉપરથી જોઈ શકાશે કે મધ્યકાલીન જૈન ગુજરાતી સ્તવન સાહિત્ય કેટલું બધું સમૃદ્ધ
સ્તવનોમાં રચયિતાની પ્રભુ પ્રત્યેની પ્રીતિ, ભક્તિ, શ્રદ્ધા, યાચના, શરણાગતિ ઈત્યાદિ વ્યક્ત થાય છે. આત્મનિવેદન, પ્રાર્થના, વિનય વગેરે રજૂ થાય છે અને પરમાત્માનાં ગુણોનું સંકીર્તન પણ થાય છે. તીર્થકર ભગવાનના જીવનની ધૂલ હકીકત, જેમકે નામ, વંશ, જન્મનગરી, માતાપિતા, લાંછન, આયુષ્ય, શરીરનો વર્ણ, યક્ષયક્ષિણી, તદુપરાંત આઠ પ્રાતિહાર્ય, અતિશયો, વાણીના ગુણો, સમવસરણ, સમ્યગુદર્શન, મોક્ષમાર્ગ, આંતરિક શત્રુઓ પર વિજય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org