________________
મધ્યકાલીન ધર્મવિષયક જૈન પદ્યપરંપરા
ભાવની વિશુદ્ધિ, વર્તમાન પરિસ્થિતિમાં ભક્તની અસહાયતા, મોક્ષ માટેની તીવ્ર અભિલાષા ઇત્યાદિ વિવિધ વસ્તુઓમાંથી પોતાની ભાવોર્મિ અનુસાર કવિ વર્ણવે છે. કેટલાક કવિઓએ પોતાના સ્તવનોમાં તત્ત્વજ્ઞાનની છણાવટ પણ ગૂંથી લીધી છે. યશોવિજયજી, આનંદઘનજી, મોહનવિજયજી, દેવચંદ્રજી વગેરે કેટલાક સમર્થ કવિઓનાં ઉત્તમ સ્તવનો તત્ત્વજ્ઞાનગર્ભિત છે. ઉપમા, રૂપક, ઉત્પ્રેક્ષા ઇત્યાદિ અલંકારયુક્ત કવિની વાણી મનોહર, સુગેય રૂપ ધારણ કરે છે. કવિની પોતાની ઉત્કટ સંવેદના અને મોક્ષપ્રાપ્તિ માટેની તીવ્ર અભિલાષા વિના આવા ઉદ્ગારો એમના મુખમાંથી સરી પડે નહિ.
સ્તવન દ્વારા એના રચિયતા કવિનું અને એ ગાનાર ભક્તોનું મુખ્ય લક્ષ્ય તો મોક્ષપ્રાપ્તિનું જ હોવું ઘટે. પણ વ્યવહારમાં હંમેશા તેમ બનતું નથી. લૌકિક ફળ માટે પણ પ્રભુભક્તિ કરનારા હોય છે અથવા ભવાન્તરમાં દેવલોકના સુખોની અભિલાષા પણ થવા સંભવ છે. ભક્તોની વિવિધ અવસ્થા અને ભાવનાને લક્ષમાં રાખીને હરિભદ્રસૂરિએ પ્રભુભક્તિના પાંચ પ્રકાર ચઢતા ક્રમે દર્શાવ્યા છે ઃ (૧) વિષાનુષ્ઠાન, (૨) ગરાનુષ્ઠાન, (૩) અનનુષ્ઠાન, (૪) તદ્ભુતુ અનુષ્ઠાન અને (૫) અમૃતાનુષ્ઠાન. ભક્તની ભક્તિ પ્રથમ બે પ્રકારની તો ન જ હોવી જોઇએ. એની ભક્તિ પરાભક્તિ સુધી પહોંચે તો જ તે મોક્ષપ્રાપક બની શકે. સામાન્ય ભક્તિ તો પુણ્યબંધનું નિમિત્ત બની શકે અને તે સ્વર્ગનું સુખ અપાવી શકે. ઉપાધ્યાય શ્રી યશો-િ વજયજીએ શ્રી અરનાથ ભગવાનના સ્તવનમાં કહ્યું છે :
ભક્તને સ્વર્ગ, સ્વર્ગથી અધિક
જ્ઞાનીને ફળ દેઇ રે.
કાયાકષ્ટ વિના ફળ લીએ
Jain Education International
મનમાં ધ્યાન ધરેઈ રે.
For Private & Personal Use Only
૧૫૭
www.jainelibrary.org