________________
૧૫૮
સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૧
આમ હોવા છતાં સાચા ભક્તનું મન તો ભક્તિમાં જ લીન રહેવાનું. એને શ્રદ્ધા છે કે ભક્તિ દ્વારા મુક્તિ મળવાની જ છે. માટે ભક્તિને છોડવાની જરૂર નથી. ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ ઋષભદેવ ભગવાનના સ્તવનમાં કહ્યું છે : મુક્તિથી અધિક તુજ ભક્તિ મુજ મન વસી.
જેહશું સબળ પ્રતિબંધ લાગો; ચમક પાષાણ જેમ લોહન ખેંચશે,
મુક્તિને સહજ તુજ ભક્તિ રાગો. એટલે જ તેઓ શ્રી શ્રેયાંસનાથ ભગવાનના સ્તવનમાં કહે છે : નિરાગીશું રે કિમ મિલે,
પણ મળવાનો એકાન્ત; વાચક જશ કહે મુજ મિલ્યો,
. ભક્તિએ કામણ તંત. સાચી જિનભક્તિમાં એટલું બળ છે કે પ્રથમ દર્શનવિશુદ્ધિ અપાવે છે અને અનુક્રમે મુક્તિ પણ અપાવે છે. જિનેશ્વર ભગવાનનાં ગુણગ્રામનું કીર્તન કરતાં એવા ગુણ પોતાનામાં પણ અવશ્ય આવે જ છે જે મુક્તિ અપાવ્યા વિના રહેતા નથી. આમ ભક્તિ પરંપરાએ જ્ઞાનનું કારણ બને છે અને જ્ઞાન પરંપરાએ મોક્ષનું કારણ બને છે.
આટલા બધા કવિઓએ આટલાં બધાં સ્તવનોની રચના કરી છે અને એમાંની કેટલીક કૃતિઓ તો કાવ્ય તરીકે પણ ખરેખર ઉત્તમ કોટિની છે. તેમ છતાં છેલ્તાં ત્રણસો-ચારસો વર્ષની સ્તવનપરંપરા નિહાળીશું તો જૈન મંદિરોમાં મુખ્યત્વે યશોવિજયજી, આનંદઘનજી, દેવચંદ્રજી, પદવિજયજી, મોહનવિજયજી, માનવિજયજી, ઉદયરત્નજી, જિનહર્ષજી, વિનયવિજયજી વગેરેનાં સ્તવનો અત્યંત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org