________________
-
-
-
મધ્યકાલીન ધર્મવિષયક જૈન પદ્યપરંપરા
૧પ૯ લોકપ્રિય રહ્યાં છે. એનાં કેટલાંક કારણોમાંનું એક મુખ્ય કારણ તે એની રચના પ્રચલિત લોકપ્રિય ઢાળમાં છે. સુગેયતા એ પણ ઊર્મિગીતનું એક મહત્ત્વનું લક્ષણ છે. ગેયત્વથી ભાવની વૃદ્ધિ થાય છે. મધુર કંઠે ગવાયેલી રચના હૃદયને સ્પર્શી જાય છે. ભક્તિગીતોનાં સૂર, લય, ઢાળ વગેરે સંવેદનાઓને આંદોલિત કરીને એને ઉચ્ચ આધ્યાત્મિક અનુભૂતિ કરાવવાની ક્ષમતા ધરાવે છે. મધ્યકાલીન જૈન સ્તવનોમાં (અને રાસ, ફાગુ, બારમાસી વગેરેમાં પણ) જે જે દેશીઓ પ્રયોજાઈ છે તેના પર નજર કરવાથી એ વાતની પ્રતીતિ થશે કે શાસ્ત્રીય અને સુગમ સંગીતની દષ્ટિએ પણ આપણાં ભક્તિગીતો કેટલાં બધાં સમૃદ્ધ છે. જૈન મંદિરોમાં તીર્થંકર પરમાત્માની સન્મુખ બેસી મધુર, ભાવવાહી સ્વરે કોઇ સ્તવન ગાતું હોય તે સાંભળીએ તો હૃદય ભાવવિભોર બની જાય છે. મધુર સંગીતમાં જન્માન્તરના સંસ્કાર જગાડવાની શક્તિ છે એની ત્યારે પ્રતીતિ થાય છે. આનંદઘનજી, યશોવિજયજી, દેવચંદ્રજી વગેરેની નીચેની પંક્તિઓ ક્યારેક સાંભળવા મળે તો હૈયું ભક્તિરસથી ઉભરાય છે :
ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે, ઓર ન ચાહું કે કંથ.
અમીયભરી મૂરતી રચી રે, ઉપમા ન ઘટે કોય; શાંત સુધારસ ઝીલતી રે, નિરખત તૃપ્તિ ન હોય, વિમલ જિન, દીઠાં લોયણ આજ મારાં સીધ્યાં વાંછિત કાજ.
ધાર તલવારની સોહ્યલી, દોહ્યલી ચૌદમા જિનતણી ચરણસેવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org