________________
जं छन्नं तं न वत्तव्वं
૨૯
તો બીજાની ગુપ્ત વાતને પોતાની પાસે જીવનના અંત સુધી ગુપ્તપણે સાચવી રાખવી એ પણ ઘણી કઠિન સાધના છે. કેટલાક તો માણ જાય પણ વાત જવા ન દે એવી કોટિના હોય છે. સાચા સાધકો તો એથી પણ ઘણા આગળના તબક્કાની સાધના કરવાવાળા હોય છે. પોતાની પાસે કોઇની ગુપ્ત વાત છે એટલી સભાનતા પણ તેમને રહેતી નથી. કોઇ પ્રસંગે ખાસ એ વાત કરવાની આવશ્યકતા ઊભી ન થાય તો એ વાત એમના જીવનમાં વિસ્મરણ જેવી બની જાય છે. તેઓની પાસે ઘણાંની ઘણી નબળી વાતો ગુપ્તપણે આવતી રહેતી હોય છે તો પણ તેઓ તો સંસારની વિષમતા વિશે અને જીવોનાં શુભાશુભ કર્મોના ઉદય વિશે, સાક્ષીભાવે ચિંતન કરતા હોય છે. જેઓ જ્ઞાતાદષ્ટાની દશા સુધી પહોંચે છે તેમને માટે આવું ભાવચિંતન સહજ અને સાધનામય બની જાય છે.
જેઓ સરળ છે, નિસ્પૃહ છે, નિરભિમાની છે, સ્વસ્થ છે, સત્યનિષ્ઠ છે, ઉચ્ચત્તમ આધ્યાત્મિક ધ્યેયને વરેલા છે, તેઓને પોતાના જીવનમાં કશું છુપાવવા જેવું હોતું નથી. જેમને કશું છુપાવવાનું નથી હોતું તેઓ નિર્ભય હોય છે. જેઓ બીજાની અનેક ખાનગી વાતો જાણવા છતાં નિર્લોભી છે, નિરાકાંક્ષી છે, ક્ષમાશીલ છે, હિતેચ્છુ છે, સંસારના સ્વરૂપનું ચિંતનમનન કરવાવાળા છે તેઓને બીજાની ગુહ્ય વાત પ્રકાશિત કરવાનું કોઇ પ્રયોજન હોતું નથી.
બીજાની ગુહ્ય વાતોને પોતાના પેટમાં આજીવન સમાવી દઇને સંત બનવું એ કાર્ય સરળ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org