________________
કચરો વીણનારા
દિવાળીનું પર્વ આવે એટલે અગાઉથી ઘરોમાં, દુકાનોમાં સાફસૂફી ચાલે, રંગરોગાન થાય, સ્વચ્છ અને ઊજળા થઇને તે પર્વ ઊજવવાનું ગમે. દિવાળીમાં કેટલી બધી જની વસ્તુઓ અને નકામો કચરો ઘરમાંથી નીકળે. કેટલાકને કચરો કાઢવાનો આનંદ હોય છે, તો કેટલાકને કચરો મેળવ્યાનો આનંદ થાય છે. ઉભય પક્ષે પર્વોત્સવ હોય છે. આપણાં કેટલાંક પર્વો સાથે કચરો (સ્થૂલ અને સૂક્ષ્મ) કાઢવાની પ્રથા સંકળાયેલી છે એમાં કેટલું બધું દૂરંદેશીપણું રહેલું છે! આવાં પર્વો ન હોય તો જીવન અસ્વચ્છ અને પ્રમાદી બની જાય.
કચરો એ મનુષ્ય જીવનનું સનાતન અંગ છે. મૃત્યુની ઘટના તમામ જીવોના શરીરને કચરામાં રૂપાંતરિત કરી નાખે છે. પદાર્થોને નકામા બનાવી દેવાની શક્તિ વાયુ, જલ, તેજ અને અગ્નિ ધરાવે છે. ધરતીકંપ, વાવાઝોડું, પૂર, આગ વગેરેનો ઉપદ્રવ થાય ત્યારે તો કેટકેટલી વસ્તુ ભાંગી જાય છે, તૂટીફૂટી જાય છે. આવા મોટા ઉપદ્રવો ન હોય તો પણ વસ્તુને જીર્ણ કરવાની તાકાત કાળમાં રહેલી છે. જૂની વસ્તુનો નિકાલ અને નવી વસ્તુના ઉત્પાદનમાં વિપુલ માનવશક્તિ સતત વપરાતી રહે છે.
જગતમાં સમાજવ્યવસ્થા અને અર્થવ્યવસ્થા હંમેશાં એવી ત્રૂટિવાળી રહેવાની કે જેથી એક માણસનો કેટલાક પ્રકારનો કચરો તે બીજાને માટે ઉપયોગની વસ્તુ બની રહે છે. જૂનાં કપડાં, જૂનાં વાસણો, જૂનું રાચરચીલું, જૂનાં સાધનો, જૂની મોટરકાર, અરે જૂનાં વિમાનો સુદ્ધાં એકને કાઢી નાખ્યાનો આનંદ છે તો બીજાને તે મેળવ્યાનો આનંદ છે. ક્યારેક તેમાં નાણાંની લેવડદેવડ હોય છે, ક્યારેક નહિ.
ફેંકી દેવાયેલો કચરો ફેંદીને તેમાંથી પોતાને કામની વસ્તુ મેળવનારા પણ પછાત દેશોમાં ઘણા બધા માણસો જોવા મળશે. બીજાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org