________________
વૈમાનિક અસભ્યતા
સ્થળ અને જળમાં ઝડપી ગતિ કરવાનાં સાધનો વિકસાવવાની સાથે માનવજાતે આકાશમાં વિચરવાનું પણ શોધી કાઢ્યું છે. છેલ્લા એક સૈકામાં હવાઇ માર્ગે ગતિ કરવા માટે માનવે જે સંશોધનો * છે તે અદ્ભુત છે.
ઓગણીસમી સદી સુધી જેનું નામનિશાન નહોતું એવા કેટલાયે પ્રકારના પ્રશ્નો વીસમી સદીમાં ઉદ્ભવ્યા છે અને તે વધતા ચાલ્યા છે. વીસમી સદીના ઉત્તરાર્ધમાં વિજ્ઞાને જાણે હરણફાળ ભરી છે એમ કહેવાય છે. જો કે હરણફાળ શબ્દ પણ હવે નાનો પડે એટલી પ્રગતિ વૈજ્ઞાનિક ક્ષેત્રે થઇ છે.
વર્તમાન જગતની નવી સમસ્યાઓમાંની એક સમસ્યા તે વધતી જતી વૈમાનિક અસભ્યતાની છે. વિમાન સેવાનું ક્ષેત્ર દિન પ્રતિદિન વધી રહ્યું છે. દુનિયામાં સેંકડો વિમાન કંપનીઓ છે. મોટી મોટી વિમાન કંપનીના પ્રત્યેકના હજારો કર્મચારીઓ છે. હજારો એરપોર્ટ છે. રોજ સવારથી સાંજ સુધીના બાર કલાકમાં આખી દુનિયામાં મળીને એક લાખથી વધુ વિમાન જમીન પરથી આકાશમાં ઊડે છે અને પાછાં જમીન પર ઊતરે છે. સમગ્ર જગતમાં રોજ સરેરાશ ત્રણ કરોડથી વધુ પ્રવાસીઓ એક સ્થળેથી ઊડીને અન્ય સ્થળે પહોંચી જાય છે. આ સંખ્યા ઉત્તરોત્તર વધતી જાય છે. આટલા બધાં વિમાનોની અને પ્રવાસીઓની આટલી મોટી અવરજવર હોય અને લાખો કર્મચારીઓ તેમાં સંકળાયેલા હોય તો ત્યાં કંઈક તો એવી ઘટનાઓ બનવાની કે જે સુખદ ન હોય.
દરેક પ્રવૃત્તિક્ષેત્રમાં પોતાની લાક્ષણિક એવી કેટલીયે સમસ્યાઓ ઉદ્દભવે છે અને તેના ઉપાયો વિચારાય છે. વિમાન-વ્યવહારના ક્ષેત્રે વિમાનના અકસ્માતની, વિમાનના અપહરણની, વિમાનમાં બોમ્બ મૂકી અને ઉડાવી દેવાની કે હવાઇ સીમાના ઉલ્લંઘન માટે વિમાનને
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International