________________
વૈમાનિક અસભ્યતા
૯૯
તોડી પાડવાની ઘટનાઓ ગંભીર પ્રકારની છે. આંતરરાષ્ટ્રીય વ્યવસ્થામંડળો તે વિશે ઉપાયો વિચારે છે અને અમલમાં મૂકે છે. પરંતુ વ્યવસ્થાપકો કરતાં ગુનેગારોનું ભેજું વધુ ફળદ્રુપ હોય છે એટલે નવી નવી તરકીબો વખતોવખત અમલમાં આવે છે.
વિમાન-વ્યવહારના ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય મંડળોને મૂંઝવતી વર્તમાન સમયની બીજી એક નાની સમસ્યા તે અસભ્યતાની છે. છેલ્લા કેટલાક સમયથી ઉતારુઓની અને કર્મચારીઓની ગેરવર્તણૂકના કિસ્સા વધતા જાય છે. આવા કિસ્સાનું પ્રમાણ ધનાઢ્ય દેશોમાં વધુ જોવા મળે છે.
આપણા ભારત દેશમાં હાલ કુલ પ્રજાના એક ટકા જેટલા માણસો પણ વિમાનમાં બેસતા નથી. એટલે આપણે માટે આ પ્રશ્ન તદ્દન ગૌણ ગણાય, પરંતુ જે વર્ગ વિમાનમાં સફર કરે છે તે વર્ગની દષ્ટિએ આવી સભ્યતાનો પ્રશ્ન વિચારણીય છે.
વિમાનપ્રવાસ એટલો મોંધો છે કે તેમાં બેસનારો વર્ગ એકંદરે સાધનસંપન્ન હોવાનો. કેટલાક મધ્યમ કે ઉચ્ચ મધ્યમ કક્ષાના લોકો પણ પોતાની કંપનીના ખર્ચે વિમાનની સફર કરતા હોય છે. સરકારી ખાતાઓના પ્રધાનો, અમલદારો વગેરે સરકારના ખર્ચે પ્રવાસ કરે છે. વકીલો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટો, દાક્તરો, ઇજનેરો, પ્રોફેસરો વગેરે પણ આવા પ્રવાસનો લાભ મેળવે છે. સંક્ષેપમાં કહીએ તો જે વર્ગ વિમાનમાં પ્રવાસ કરે છે તે એકંદરે સુશિક્ષિત હોય છે અને તેથી જ તે સંસ્કારી અને સારી વર્તણૂકવાળો હોવાની અપેક્ષા બંધાય છે. વિમાનમાં કર્મચારીઓ પણ સુશિક્ષિત જ હોય છે. તેમના પગારો સારા હોય છે. એટલે નોકરીમાં પસંદગીનું ધોરણ ઊંચું રહે છે. આમ છતાં સ્વભાવની વિચિત્રતા કહો કે લાક્ષણિકતા કહો તે કેટલીક વાર તેમનામાં પ્રગટ થયા વગર રહેતી નથી.
કેટલાક મોટા મોટા ઉદ્યોગપતિઓ, કંપનીઓના મેનેજિંગ ડાયરેક્ટરો, દાક્તરો, અધ્યાપકો, અમલદારો, રાજદ્વારી નેતાઓ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org