________________
૧૦૦
સાંપ્રત સહચિંતન –- ભાગ ૧૧ સંસદના સભ્યો વગેરેને અસભ્ય વર્તન કરતા જોવા હોય તો દિલ્હી, મુંબઈ, કલકત્તા જેવા એરપોર્ટ પર એક ફલાઇટ રદ થયા પછી બીજી
લાઇટમાં નંબર લગાવવા માટે તેઓ જે ઘૂસણખોરી, ધક્કાબક્કી, બોલાચાલી, રાડારાડી, ગાળાગાળી, લાંચ માટેની સાંકેતિક ભાષાના પ્રયોગો વગેરે કરતા હોય છે ત્યારે તેમના અસભ્ય વર્તનનું દશ્ય જોવા જેવું બને છે. કોઇક વાર કોઇ એક ક્લાઈટ મોડી થવાની વારંવાર જાહેરાત થયા પછી મુસાફરો ટોળે વળી સત્તાવાળાઓ સમક્ષ જે તોફાન મચાવે છે, રાડારાડ કરે છે, ક્યારેક ગુસ્સામાં આવી ભાંગફોડ કરે છે ત્યારે તેઓમાં રહેલી અસભ્યતાનો પરિચય થાય છે. શ્રીમંતાઈનો ઘમંડ ત્યારે છતો થાય છે, કારણ કે પોતે અઢળક કમાણી કરનાર છે અને સામે પક્ષે કર્મચારી એક નોકરિયાત મધ્યમ કક્ષાનો માણસ છે એ વિશે તેઓ સભાન બની જાય છે. ઉહાપોહ અને ધાંધલ-ધમાલ વગર સત્તાવાળાઓની આંખ ખૂલતી નથી એવી ધારણા પણ તેમાં કામ કરે છે.
વસ્તુતઃ સાચી શ્રીમંતાઇથી સંસ્કાર અવશ્ય આવવા જોઈએ. પરંતુ વાસ્તવમાં શ્રીમંતાઈ આવી એટલે સંસ્કાર આવી ગયા એવું નથી. ક્યારેક શ્રીમંતાઇના જોરે જ માણસ અસંસ્કારી કે અસભ્ય બની જાય છે.
બીજી બાજુ વિમાની કંપનીઓના કર્મચારીઓનાં મંડળો થયાં છે. એ મંડળો એટલાં જબરાં હોય છે કે એકાદ કર્મચારીને વધુ પડતો ઠપકો મળ્યો હોય, નોકરીમાંથી રજા અપાઈ હોય તો કર્મચારીઓ અનેક પ્રવાસીઓને પડનારી હાડમારીનો વિચાર કર્યા વગર અચાનક હડતાલ પર ઊતરી જાય છે અથવા વિમાનસેવાને ઈરાદાપૂર્વક અનિયમિત કરી નાખે છે. ધૂમ કમાણી કરતી કેટલીક વિમાન કંપનીઓ એના કર્મચારીઓની અયોગ્ય હડતાલને કારણે, ગેરશિસ્તને કારણે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org