________________
વૈમાનિક અસભ્યતા
૧૦૧
ઇરાદાપૂર્વકના અસહકારને કારણે અચાનક ખોટ કરતી થઈ જાય છે અને કોઇકને માટે તો તે બંધ કરી દેવાનો વખત આવ્યો છે. વિમાની કર્મચારીઓમાં પણ અસભ્ય વર્તનના આવા બનાવો ઉત્તરોત્તર વધતા જાય છે.
પ્રવાસીઓને અસભ્ય થવા માટેનાં કારણોમાં મુખ્ય કારણ તે અસંતોષ છે. વિમાનનો પ્રવાસી ઘણી મોટી રકમ ખર્ચે છે. એટલે એ સંતોષકારક કામગીરીની અપેક્ષા રાખે છે. બેદરકારી, અનિયમિતતા, અછત વગેરેને કારણે તથા સ્વાર્થની અતૃપ્તિને કારણે થતા ઘર્ષણમાંથી ઉતારુ અને ઉતારુ વચ્ચે, ઉતારુ અને કર્મચારી વચ્ચે, કર્મચારી અને કર્મચારી વચ્ચે, કર્મચારીઓ અને સત્તાવાળાઓ વચ્ચે વિવાદ કે સંઘર્ષ થાય છે. જ્યારે બોલાચાલી, જીભાજોડી, અપમાન- જનક વચનો કે હાથોહાથની મારામારીના પ્રસંગો બને છે ત્યારે ત્યાં અસભ્યતાનું, અસંસ્કારિતાનું, અશિષ્ટતાનું પ્રદર્શન થાય છે. - દુનિયાના ઘણા દેશોમાં, વિશેષતઃ આપણા દેશમાં રેલવેના બીજાત્રીજા વર્ગમાં પ્રવાસ કરનારાઓમાં ઝઘડા, મારામારી વારંવાર થતાં હોય છે. સ્વાર્થનું ઘર્ષણ થતાં માણસ રોષે ભરાય છે, અવિનયી બની જય છે, અસંસ્કારી કે અસભ્ય વર્તન કરવા લાગે છે. ગીચ વસ્તી અને અછતવાળા દેશોમાં આવી ઘટના ઘણી બને છે. એની સરખામણીમાં વિમાન સેવા વધુ વ્યવસ્થિત હોવાને કારણે જગ્યા માટે પડાપડીના કે એવા બીજા કારણો એમાં નથી હોતાં કે જેથી ઝઘડા થાય. પરંતુ અધીરા કે ઉતાવળિયા મુસાફરોને કારણે બીજાને વાગી ગયું હોય અને બોલાચાલી થઈ હોય એવા બનાવો તો વારંવાર બનતા રહે છે. વિમાન ઊતરીને મથકના દરવાજે આવે ત્યાં સુધીમાં ઊભા ન થવાની સૂચના અપાઈ હોવા છતાં કેટલા બધા ઉતારુઓ ઊભા થઇ જાય છે.
વિમાનની અંદર ધાંધલધમાલ મચાવવાના ઘણાખરા બનાવો માટે એરહોસ્ટેસોની અસંતોષકારક સેવા જવાબદાર ગણાય છે. કેટલીક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org