________________
૧૦૨
સાંપ્રત સહચિંતન - ભાગ ૧૧
વા બહુ ભોળી ભજથી વ પ્રવાસ કોટાને માઇક કરો અને એ
વિમાન કંપનીના વિમાનોમાં મુસાફરોની સંખ્યાના પ્રમાણમાં એર હોસ્ટેસોની સેવા બહુ ધીમી હોય છે અથવા બેદરકારીભરી હોય છે. તેઓ બધાને ચા-નાસ્તો, ભોજન વગેરે આપવામાં જલ્દી પહોંચી વળતી નથી. આથી કોઈક પ્રવાસીઓ મિજાજ ગુમાવી બેસે છે. તેઓ અપમાનજનક શબ્દો ઉચ્ચારે છે અને અસભ્યતાથી વર્તે છે. ક્યારેક એરહોસ્ટેસો પણ વધારે પડતા રૂઆબથી વર્તતી હોય છે. પ્રવાસી એટલે પોતાનો નોકર એવા ભાવથી તેઓ પટો બાંધવા માટે હુકમથી કહેતી હોય છે. પરિણામે કોઇક રોષે ભરાયેલો પ્રવાસી ઈરાદાપૂર્વક પટ્ટો મોડો બાંધે અથવા ન બાંધે અને બંને વચ્ચે ચકમક ઝરતી હોય છે.
જૂના વખતમાં જ્યારે પંખાવાનાં નાનાં વિમાનો હતાં ત્યારે તે બહુ હાલકડોલક થતાં. એથી વિમાનમાં ઊલટી થવાના બનાવો ઘણા બનતા. કેટલાયને વિમાનમાં ડર લાગતો. એ વખતે કુંવારી, દેખાવડી, ચબરાક કન્યાઓની એરહોસ્ટેસ તરીકે પસંદ કરવામાં આવતી કે જેથી ડર લાગવાવાળાને બીજા કહી શકતા કે “આટલી નાની છોકરીને ડર નથી લાગતો અને તમને શાનો ડર લાગે છે?' એરહોસ્ટેસો ડરવાળા, ગભરાતા, ઊલટી કરવાવાળા મુસાફરોનું ધ્યાન સારી રીતે રાખી શકતી, તેમને સાંત્વન આપતી. પરંતુ બહુ દેખાવડી એરહોસ્ટેસો રાખવાના બીજા ગેરલાભ થવા લાગ્યા હતા. મુસાફરોએ એરહોસ્ટેસો સાથે અડપલાં કર્યા હોય એવા બનાવો ઘણા બનતા. આપણા એક પ્રધાને જર્મનીમાં એક એરહોસ્ટેસ સાથે અડપલાં કર્યાના બનાવનો અહેવાલ ત્યારે છાપાઓમાં પ્રસિદ્ધ થયો હતો.
જેટ વિમાનો આવ્યા પછી વિમાનમાં ઊલટી થવાના બનાવો નહિવત્ બની ગયા છે. મોટા સમુદાયને કારણે મુસાફરોનો ડર નીકળી ગયો છે. સભાગૃહમાં બેઠા હોઈએ એવું લાગે. આકાશમાં ચડતાં ઊતરતાં આંચકાઓ આવતા બંધ થઈ ગયા. જ્યારે વિમાન ઉપર ચડી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org