________________
વૈમાનિક અસભ્યતા
૧૦૩ ગયું તે પણ ખબર ન પડે. આથી એરહોસ્ટેસોની પસંદગીમાં અપરિરીત, દેખાવડી અને આકર્ષકની અનિવાર્યતા નીકળી ગઈ. હોંશિયાર, કામગરી, વિનયી તે હોવી જોઈએ એવું ધોરણ સ્વીકારાયું.
પુરુષ પ્રવાસીઓના એરહોસ્ટેસ સાથેના અસભ્ય વર્તન ઉપરાંત વિમાનના પુરુષ કર્મચારીના એરહોસ્ટેસ સાથેના અસભ્ય વર્તનની ઘટનાઓ વધુ બને છે. ક્યારેક તો કોર્ટ સુધી મામલા ગયા છે. કોઈકે આપઘાત કર્યા છે. લાંબી સફરને અંતે એક જ હોટેલમાં બાજુબાજુના રૂમમાં એક બે રાત રોકાવાનું થાય, સાથે શરાબ પણ પીવાય. એમાંથી લફરાં પણ થાય.
આ બાબતમાં પુરુષ પ્રવાસીઓને કે કર્મચારીઓનો જ વાંક હોય છે અને એરહોસ્ટેસોનો નથી હોતો એવું નથી. કેટલીક કુંવારી એરહોસ્ટેસો મોજમજા માટે શિકારની શોધમાં હોય છે અને ક્યારેક તો લગ્ન કરવા માટે વારંવાર સફર કરતા કુંવારા શ્રીમંત વેપારી, રાજકુમાર કે અન્યની પાછળ પડતી હોય છે અને પોતાની મોહજાળમાં તેને ફસાવે છે.
આંતરરાષ્ટ્રીય વિમાનસેવામાં તો આવાં પ્રેમપ્રકરણો ઉપરાંત કર્મચારીઓ પોતાની નાની બેગમાં સમાઈ જાય એવી ચીજવસ્તુઓનીદવાઓ, સ્પેર પાર્ટ્સ, ઘરેણાં વગેરેની દાણચોરીમાં સંડોવાય છે, માંહોમાંહે તકરાર થતાં એક્બીજાની ચાડી ખવાય છે અને એમાંથી ગેરવર્તણૂકના પ્રસંગો બને છે.
પાંચેક દાયકા પહેલાં અગિયાર કે એકવીસ બેઠકવાળાં પંખાવાળા ડાકોટા વિમાન હતાં ત્યારે દરેક પ્રવાસીના સામાનના વજન ઉપરાંત દરેક પ્રવાસીનું પોતાનું વજન પણ કરવામાં આવતું. વિમાન માટેના નિર્ધારિત વજન કરતાં જો કુલ વજનનો સરવાળો વધી જાય, તો જે પ્રવાસીનું સૌથી વધુ વજન હોય તેને વિમાનમાં લેવાતો નહિ. બહુ જાડા, બમણા વજનવાળા પ્રવાસીઓ ચિંતિત રહેતા કે વિમાનમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org