________________
૧૦૪
સાંપ્રત સહચિંતન - ભાગ ૧૧
પોતાનો નંબર લાગશે કે નહિ. એ વખતે એવા જાડા પ્રવાસીઓને સમજાવવા-મનાવવા જતાં ઝઘડા થતાં, બોલાચાલી થતી, અસભ્ય વર્તન થતું. એવી જ રીતે સામાનની વજનની બાબતમાં પણ ઝઘડા થતા, લાંચ અપાતી, લાગવગ લગાડાતી.
જૂના વખતમાં શ્રીમંતો જ મુખ્યત્વે વિમાનની સફર કરતા. રાજકુટુંબના સભ્યો, મિલમાલિકો, ઉદ્યોગપતિઓ વિમાનમાં બેસે ત્યારે ઘણો રુઆબ બતાવતા. ઘણાં વર્ષો પહેલાં હું ભાવનગરથી મુંબઇ વિમાનમાં આવતો હતો. ઉનાળાના દિવસો હતા. બપોરે એક વાગે ફ્લાઈટ ઊપડવાની હતી. જૂના વખતનાં ૨૧ ઉતારનાં નાનાં વિમાન હતાં. પ્રવાસીઓ વિમાનમાં બેસી ગયા હતા, પણ વિમાન ઊપડવાને હજુ વાર હતી. મારી બેઠક બારી પાસે હતી. મારી બાજુમાં કોઇ એક શ્રીમંત વેપારી આવીને બેઠા હતા. તેમને પરસેવો થતો હતો. એમણે કહ્યું, ‘ભાઈ સાહેબ, જરા બારી ખોલી કાઢોને, બહુ ધામ થાય છે.’
મેં કહ્યું, ‘તમે વિમાનમાં પહેલી વાર બેસો છો ?' તેમણે રુઆબથી કહ્યું, ‘પહેલી વાર કે બીજી વાર, તેની તમારે શી પંચાત? બારી ખોલી કાઢો એટલે હવા આવે.’
મેં કહ્યું, ‘આ બારી મારાથી ખૂલે એવી નથી. એ માટે એરહોસ્ટેસને
કહો.'
એમણે એરહોસ્ટેસને કહ્યું. તે હસી પડી અને સમજાવ્યું. એ સમજીને એ શ્રીમંત વેપારી ભોંઠા પડી ગયા હતા.
કેટલાક સમય પહેલાં અમેરિકામાં એક બેંકના માલિકને એના અસભ્ય વર્તન માટે સજા થઇ હતી. તે વિમાનમાં પ્રથમ વર્ગમાં મુસાફરી કરતો હતો. એરહોસ્ટેસ પાસે વારંવાર જાતજાતની વાનગીઓ મંગાવતાં કંટાળેલી એરહોસ્ટેસે ઉદ્ધતાઇભર્યા શબ્દ કહ્યા. એથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org